Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ધારાગઢની ખેતીની જમીનનો મામલોઃ
જામનગર તા. ૧૪: ભાણવડ નજીક ધારાગઢ ગામ પાસે ખેતીની એક જમીન આઠ વર્ષ પહેલાં એક આસામીએ ખરીદ્યા પછી તેઓએ તેમજ અન્ય એક આસામીએ નજીકમાં આવેલા સરકારી ખરાબામાં દબાણ કર્યાની ફરિયાદ લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ નોંધાઈ હતી. તે ગુન્હામાં આગોતરા જામીન મેળવવા કરાયેલી અરજી અદાલતે ગ્રાહ્ય રાખી છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ નજીક ધારાગઢ ગામમાં ખેતીની જમીન ગોપ ગામના વસરામ વેજાણંદ કારેણાએ દસ્તાવેજથી વર્ષ ૨૦૧૬માં ખરીદી હતી. તે જમીનની બાજુમાં સરકારી ખરાબો હતો તેમાં વસરામ તથા અન્ય એક શખ્સે દબાણ કરી લીધાની સરપંચે ફરિયાદ કરી હતી. લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુન્હો નોંધાયો હતો.
તે પછી વસરામ કારેણાએ આગોતરા જામીન મેળવવા જામનગરની સેશન્સ કોર્ટમાં અરજી કરી હતી. તે અરજીમાં આરોપી પક્ષે જણાવ્યું હતું કે, તેઓએ સરકારી જમીનમાં દબાણ કર્યાની ખબર ન હતી તેમજ તે જગ્યા તેઓએ ખરીદ્યા પછી તે જ સ્થિતિમાં અન્ય એટલે કે, બીજા આરોપીને વેચાણ કરી નાખી છે. દબાણ થયાની જાણ થતાં જ તેઓએ તેને દૂર પણ કરી નાખ્યું છે. તેથી કસ્ટડીની કોઈ આવશ્યકતા રહેતી નથી. તે ઉપરાંત અરજદાર બીમાર પણ છે.
અદાલતે તે દલીલો ગ્રાહ્ય રાખી વસરામભાઈની આગોતરા જામીન અરજી મંજૂર કરી છે. આરોપી તરફથી વકીલ બિમલભાઈ ચોટાઈ, સુમિત સોલંકી, નીલ ચોટાઈ, મોનીલ ગુઢકા રોકાયા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial