Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં બોગસ પ્રમાણપત્રવાળા સિક્યુરીટી ગાર્ડ સામે પગલા લેવા રજુઆત

જી.જી. હોસ્પિટલ, બેડી પોર્ટ, સેવા સદન,આરટીઓ સહિત

જામનગર તા. ૧૪: જામનગરમાં અનેક સ્થળે ફરજ બજાવતા સિક્યુરીટી ગાર્ડ દ્વારા બોગસ પ્રમાણપત્ર રજુ કરી નિમણુક મેળવી હોવાના આક્ષેપ સાથે સુભાષભાઈ ગુજરાતીએ કડક તપાસ કરી તાકીદે યોગ્ય કાર્યવાહી કરવા માંગણી કરી છે.

જામનગર જી.જી. હોસ્પિટલ, બેડી પોર્ટ, સેવા સદન, આરટીઓ ઓફિસ જેવી અનેક જામનગર જિલ્લાની જુદી જુદી જગ્યાએ જીઆઈએસએફના ગાર્ડ સિક્યુરીટી ગાર્ડ તરીકે ફરજ બજાવે છે. વર્ષ ર૦૦૧ થી ૩૧-૧ર-ર૩ સુધીના તમામ સિક્યુરીટી ગાર્ડ જેમાંથી ૮૦ ટકા સિક્યુરીટી ગાર્ડ રાજકીય વગના કારણે નિમણૂક પામેલ છે અને આ ૮૦ ટકા સિક્યુરીટી ગાર્ડે ખોટા બનાવટી સર્ટિફીકેટો ઉભા કરીને નિમણૂક મેળવી છે. આવા તમામ સિક્યુરીટી ગાર્ડને જે ડોક્યુમેન્ટ આધારે નિમણૂક આપવામાં આવેલ હોય તે ડોક્યુમેન્ટની જવાબદારી અધિકારી, વીજીલન્સ બ્રાંચ દ્વારા તપાસ કરાવી તેનું ક્રોસ ચેકીંગ, વેરીફાઈ કરવા માંગણી છે. તપાસ દરમ્યાન આવા સર્ટિફીકેટો બોગસ બનાવટી સાબીત થાય એટલે જવાબદારો સામે ફોજદારી રાહે પગલા લેવા જરૃરી છે. આવા બોગસ બનાવટી અનુભવના સર્ટિફીકેટો આધારે મેળવેલ નિમણૂક વાળા સિક્યુરીટી ગાર્ડને તાકીદે ફરજ મુકત કરવા જોઈએ.

જી.જી. હોસ્પિટલમાં અમુક સિક્યુરીટી ગાર્ડ તો અક્ષર જ્ઞાન પણ ધરાવતા નથી કે તેમની પાસે કોઈ અનુભવના સર્ટિફીકેટ પણ ન હોવા છતાં રાજકીય વગને કારણે નિમણૂક મેળવી લીધેલ છે. આવા સિક્યુરીટી ગાર્ડ પૈકી અનેક સિક્યુરીટી ગાર્ડ દ્વારા હોમગાર્ડના સર્ટિફીકેટ રજુ કર્યા છે. આ અગાઉ પણ આ આવી અનેક ફરિયાદો થયેલ છે.  જેનું આજ દિવસ સુધી કોઈ નિરાકરણ આવેલ નથી જેની પાછળ કોઈ માથે ભારે રાજકીય વગ ધરાવાથી આ સિક્યુરીટી ગાર્ડ સામે કોઈપણ કાર્યવાહી કરવામાં આવતી નથી. તે હોમગાર્ડ વિભાગનું રજીસ્ટર ચેક કરી વેરીફાઈ ખરાઈ કરાવી યોગ્ય પગલા લેવા માંગણી કરવામાં આવી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh