Advertisement
Author: નોબત સમાચાર

શ્રી ભોલેદાસબાપુની ૩૮મી પુણ્યતિથિ નિમિત્તે ભંડારા સહિત વિવિધ કાર્યક્રમોનું આયોજન

જોડિયાના પ્રસિદ્ધ 'રામવાડી' આશ્રમમાં

જોડિયા તા. ૧૪: ઉદાસીન સંત કુટિર રામવાડી જોડિયાધામ દ્વારા પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ ૧૦૦૮ સદ્દગુરૃદેવ શ્રી ભોલેબાબાજીની ૩૮ મી પુણ્યતિથિ નિમિત્તે વિવિધ કાર્યક્રમો શ્રી ઉદાસીન સંત કુટિર રામવાડી આશ્રમ, જોડિયા, જી. જામનગરમાં યોજવામાં આવ્યા છે. જેમાં તા. ર૩-૬-૨૦૨૪, રવિવારે બપોરે ૧ર વાગ્યે ઢોલ-નગારા અને ઝાલરના નાદ સાથે સંત શ્રી ભોલેબાબાજીના મંદિરમાં મહાઆરતી, ૧રઃ૧પ વાગ્યે સાધુ-સંતો અને ભકતો ભાટે ભંડારો (મહાપ્રસાદ) રાખવામાં આવ્યો છે. આ ઉપરાંત તા. રર-૬ ને શનિવારે સાંજે ૪ થી ૭ વાગ્યા દરમિયાન શ્રી જયોતિ સ્વરૃપ બાલા હનુમાનજી મહારાજદાદાના સન્મુખ સંગીતમય સુંદરકાંડનો પાઠ રાખવામાં આવ્યો છે. આ દિવ્ય પાવન અવસરે સમગ્ર મંદિરને લાઈટીંગ અને પુષ્પોથી સુશોભીત કરવામાં આવશે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે રામવાડી ગ્રુપના દરેક યુવાનો જહેમત ઉઠાવી રહ્યા છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh