Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ચૂંટણી પછીની નીતિ સાતત્યના આધારે મૂલ્યાંકન
નવી દિલ્હી તા. ૧૪: રેટિંગ એજન્સી મૂડીઝ અનુસાર વર્ષ-ર૦ર૪ માં ભારત એશિયા-પેસિફિક ક્ષેત્રમાં સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા બની રહેશે. ઈન્ડોનેશિયા, ફિલીપાઈન્સ અને ભારત ર૦ર૪ના પ્રથમ છ મહિનામાં વૃદ્ધિની આગેવાની લેશે. ચૂંટણી પછીની નીતિ સાતત્યના આધારે ભારત આ વર્ષે ૬.૮% ના દરે વૃદ્ધિ કરશે.
ભારતની અર્થવ્યવસ્થામાં તેજી સતત વધતી રહેવાની છે. રેટિંગ એજન્સી મૂડીઝે પણ ભારતની અર્થવ્યવસ્થાને મજબૂત ગણાવી છે. રેટિંગ એજન્સી મૂડીઝે ગુરૃવારે જણાવ્યું હતું કે વર્ષ ર૦ર૪માં ભારત એશિયા-પેસિફિક ક્ષેત્રમાં સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા બની રહેશે. તેનાથી ગયા વર્ષની સ્થાનિક ગતિ જળવાઈ રહેશે.
મૂડીઝ રેટિંગ્સે એશિયા-પેસિફિક ક્ષેત્ર માટે બીજા અર્ધના ક્રેડિટ આઉટલુક પર જારી કરેલા તેના અહેવાલમાં જણાવ્યું છે કે ર૦ર૪ ના પ્રથમ છ મહિનામાં ઈન્ડોનેશિયા, ફિલિપાઈન્સ અને ભારત વૃદ્ધિમાં મોખરે રહેશે. આ દેશો વધતી જતી નિકાસ, સ્થાનિક માંગ અને ઈન્ફ્રાસ્ટ્રકચર પર સરકારી ખર્ચને કારણે પ્રી-કોવિડ વૃદ્ધિના આંકડાને પાછળ રાખવાનું ચાલું રાખશે.
રેટિંગ એજન્સીએ વધુમાં જણાવ્યું હતું કે ભારત ગયા વર્ષની સમાન સ્થાનિક ગતિ જાળવી રાખીને આ ક્ષેત્રમાં સૌથી ઝડપથી વિકસીત અર્થવ્યવસ્થા બની રહેશે. અમે સામાન્ય ચૂંટણીઓ પછી નીતિની સાતત્ય અને ખાનગી ક્ષેત્રના રોકાણને પ્રોત્સાહન આપવા પર સતત ધ્યાન આપવાની અપેક્ષા રાખીએ છીએ.
મૂડીઝે કહ્યું કે મજબૂત કોર્પોરેટ ડેટ સ્કેલ અને આકર્ષક વેલ્યુએશનને કારણે ભારત અને આસિયાન દેશોની અર્થવ્યવસ્થા તંદુરસ્ત રહેવાની અપેક્ષા છે. પ્રવાહની શકયતા છે.
જો કે રેટિંગ એજન્સીએ ગયા મહિને અનુમાન લગાવ્યું હતું કે ચૂંટણી પછીની નીતિ સાતત્યના આધારે ભારત આ વર્ષે ૬.૮ ટકાના દરે વૃદ્ધિ કરશે અને વર્ષ ર૦રપમાં તેનો વિકાસ દર ૬.પ ટકા રેશે વર્ષ ર૦ર૩ માં ભારતનું વાસ્તવિક કુલ ઘરેલું ઉત્પાદન ૭.૭ ટકા વધવાની ધારણા હતી. ર૦રર માં આર્થિક વિકાસ દર ૬.પ ટકા હતો. સરકાર દ્વારા મૂડી ખર્ચ અને મજબૂત ઉત્પાદન પ્રવૃત્તિઓના કારણે ભારત આ વૃદ્ધિ હાંસલ કરવામાં સફળ રહ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial