Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કોઈનું નામ લીધા વિના ચૂંટણીના સંદર્ભે સંઘના નેતા ઈન્દ્રેશ કુમારનું સ્ફોટક નિવેદનઃ
નાગપુર તા. ૧૪: આરએસએસના નેતા ઈન્દ્રેશ કુમારે ચૂંટણી પરિણામોના સંદર્ભે નામ લીધા વિના મોદી સરકાર તથા ઈન્ડિયાના ગઠબંધન વિષે સ્ફોટક નિવેદન કરતા હડકંપ મચી ગયો છે.
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના નેતા ઈન્દ્રેશ કુમારે લોકસભા ચૂંટણીના પરિણામો પર સ્ફોટક નિવેદન આપ્યું છે. તેમણે સત્તાધારી ભાજપને 'અહંકારી' અને વિપક્ષ ઈન્ડિયા બ્લોકને 'રામ વિરોધી' ગણાવ્યા છે.
ઈન્દ્રેશ કુમારે કહ્યું, રામ દરેક સાથે ન્યાય કરે છે. ર૦ર૪ ની લોકસભા ચૂંટણી પર નજર નાખો. જેઓ રામની પૂજા કરતા હતાં, પરંતુ ધીમે ધીમે તેમનામાં અહંકારનો વિકાસ થતો ગયો. એ પાર્ટીને સૌથી મોટી પાર્ટી બનાવી, પરંતુ તેને જે સંપૂર્ણ અધિકાર મળવો જોઈએ, જે શક્તિ મળવી જોઈતી હતી તે ભગવાને તેના અહંકારને કારણે અટકાવી દીધી.
ઈન્દ્રેશ કુમારે વધુમાં કહ્યું કે રામનો વિરોધ કરનારાઓને કોઈ સત્તા આપવામાં આવી નથી. તેમાંથી કોઈને સત્તા આપી નથી. સાથે મળીને પણ તેઓ નંબર-૧ બન્યા નથી. નંબર-ર પર રહી ગયા. તેથી ભગવાનનો ન્યાય વિચિત્ર નથી સત્ય છે તે ખૂબ આનંદદાયક છે.
ગુરુવારે ઈન્દ્રેશ કુમાર નજીક કનોટામાં 'રામરથ અયોધ્યા યાત્રા દર્શન પૂજન સમારોહ'ને સંબોધિત કરી રહ્યા હતાં. ઈન્દ્રેશ આરએસએસના રાષ્ટ્રીય કાર્યકારી સભ્ય પણ છે, જો કે તેમણે પોતાના નિવેદનમાં કોઈ પક્ષનું નામ લીધું નથી, પણ તેનો ઈશારો સ્પષ્ટપણે પક્ષ-વિપક્ષ તરફ સંકેત આપતો હતો. આ નિવેદને રાજકીય વર્તુળોમાં હડકંપ મચાવી દીધો છે, તો બીજી તરફ ભાજપ અને આરએસએસ વચ્ચે વધેલા મતભેદોની ચર્ચા પણ વેગીલી બની છે.
ભાજપનો ઉલ્લેખ કરતા ઈન્દ્રેશે કહ્યું, જે પાર્ટી (ભગવાન રામ પ્રત્યે) ભક્તિ ધરાવતી હતી, પરંતુ અહંકારી બની ગઈ હતી. તેને ર૪૧ પર રોકી દેવામાં આવી હતી, પરંતુ તેને સૌથી મોટી પાર્ટી બનાવવામાં આવી હતી. તેમણે સ્પષ્ટપણે ઈન્ડિયા બ્લોકનો ઉલ્લેખ કરતા કહ્યું કે, જેમને રામમાં વિશ્વાસ નથી, તેઓને મળીને ર૩૪ પર રોકી દેવામાં આવ્યા હતાં. તેમણે વધુમાં કહ્યું કે, લોકશાહીમાં રામરાજ્યનું બંધારણ જુઓ. જેઓ રામની પૂજા કરતા હતાં, પરંતુ ધીમે ધીમે અહંકારી બની ગયા હતાં. તે પાર્ટી સૌથી મોટી બનીને ઉભરી હતી, પરંતુ તેમને જે વોટ અને સત્તા મળવા જોઈતી હતી તે તેમના ઘમંડના કારણે ભગવાને બંધ કરી દીધી હતી.
તેમણે કહ્યું કે, રામનો વિરોધ કરનારામાંથી કોઈને સત્તા આપવામાં આવી નથી. તેમાં પણ બધાને મળીને નંબર ટુ બનાવવામાં આવ્યા હતાં. ઈશ્વરનો ન્યાય સાચો અને આનંદદાયક છે. તેમણે કહ્યું, જે લોકો રામની પૂજા કરે છે તેઓ નમ્ર હોવા જોઈએ અને જે લોકો રામનો વિરોધ કરે છે, ભગવાન પોતે તેમની સાથે વ્યવહાર કરે છે. ભગવાન રામ ભેદભાવ કરતા નથી અને સજા પણ કરતા નથી. રામ દરેકને ન્યાય આપે છે. તેઓ આપે છે અને આપતા રહેશે. ભગવાન રામ હંમેશાં ન્યાયી છે અને હંમેશાં ન્યાયી રહેશે.
ઈન્દ્રેશે એમ પણ કહ્યું કે, રામાયણ કાળમાં પણ ભગવાન રામે લોકોની રક્ષા કરી હતી અને રાવણનું પણ ભલુ કર્યું હતું.
ઈન્દ્રેશ કુમારની આ ટિપ્પણી આરએસએસ ચીફ મોહન ભાગવતના નિવેદનના થોડા દિવસો પછી આવી છે. મોહન ભાગવતે કહ્યું હતું કે, સાચા 'સેવક'ને કોઈ અહંકાર હોતો નથી અને તે 'ગૌરવ' જાળવી રાખીને લોકોની સેવા કરે છે. નાગપુરમાં આયોજિત એક કાર્યક્રમમાં મોહન ભાગવણે વધુમાં કહ્યું હતું કે, જે સાચો સેવક છે, જેને સાચો સવક કહી શકાય તે સન્માન સાથે વર્તે છે. જે તે મર્યાદાઓનું પાલન કરે છે, ક્રિયાઓ કરે છે પણ ક્રિયાઓમાં ફસાઈ જતો નથી. તેનામાં કોઈ અહંકાર નથી કે મેં તે કર્યું, માત્ર તેને નોકર કહેવાનો અધિકાર છે. સાચો 'સેવક' ગૌરવ જાળવે છે. કામ કરતી વખતે તે સજાવટનું પાલન કરે છે. 'મેં આ કામ કર્યું' એમ કહેવાનો તેને અહંકાર નથી. તે વ્યક્તિ જ સાચો 'સેવક' કહી શકે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial