Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સૌરાષ્ટ્ર મેઈલમાં 'ઓપરેશન આલ્કોહોલ' થયાની ચર્ચાઃ
ઓખા તા. ૧૪: ઓખાથી મુંબઈ સુધી દોડતા સૌરાષ્ટ્ર મેઈલમાં દારૃની હેરાફેરી થતી હોવાની વહેતી થયેલી વાતો વચ્ચે દ્વારકા જિલ્લાના મજૂર વર્ગના કેટલાક લોકો મુંબઈથી થોડી ઘણી બોટલો સંતાડીને લાવતા હોવાની અને તેને વેચીને રોકડી કરી લેતા હોવાની મોડસ ઓપરેન્ડી પણ ચર્ચામાં છે.
તે દરમિયાન ગઈકાલે પોલીસે એક ખેલ પાડી દીધો હોવાનું સુત્રોમાંથી જાણવા મળી રહ્યું છે. ચેકીંગ માટે પોલીસ ટૂકડી જામનગરથી ખંભાળિયા સુધી પહોંચ્યા પછી પરત ફરી ગઈ હતી પરંતુ તે ટૂકડીએ દારૃનો જથ્થો પડક્યો હોવાની અને કોઈ કાર્યવાહી ન કરી હોવાનો ગણગણાટ થઈ રહ્યો છે.
આવી રીતે ટ્રેનમાં નાનાપાયે પણ સુરક્ષિત રીતે દારૃની હેરફેર થઈ જાય છે ત્યારે સૌરાષ્ટ્ર મેઈલમાં ચાલતા આ ખેલમાં ગઈકાલે ખાખીએ ખાતર પાડી ઓપરેશન આલ્કોહોલ કરી લીધાની ચર્ચા વચ્ચે હપ્તાના નવા સમીકરણો ગોઠવાશે તેવી પણ ચર્ચા છે.
કેટલાક બુટલેગરો દારૃની હેરાફેરી માટે અવનવી તરકીબો અજમાવતા હોય છે. ત્યારે અપડાઉન કરતા કેટલાક વ્યક્તિઓ મુંબઈથી પોતાની સાથે ચાર-પાંચ બોટલ લેતા આવે છે અને તેને વેચી થોડો ઘણો નફો કમાઈ લેતા હોય છે તેને ગઈકાલે કોઈની નજર લાગી જતા ઓપરેશન પાર પડી ગયું હતું. રેલવે પોલીસની ભૂમિકા પણ આમાં શંકાસ્પદ લાગી રહી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial