Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કેરળના મુખ્યમંત્રી કે. વિજયને એરપોર્ટ પર આપી શ્રદ્ધાંજલિ
કોચી તા. ૧૪: કૂવૈતના અગ્નિકાંડમાં મૃત્યુ પામેલા ૪પ ભારતીયોના નશ્વર અવશેષોને લઈને વાયુસેનાનું વિમાન સવારે કોચી પહોચ્યું છે જેમાં ર૩ મૃતદેહો કેરળના, ૭ તમિલનાડુ અને ૧ કર્ણાટકના છે.
કૂવૈતમાં આગની ઘટનામાં મૃત્યુ પામેલા ૪પ ભારતીયોના પાર્થિવ દેવને લઈને ભારતીય વાયુસેનાનું એક વિશેષ વિમાન આજે એટલે કે શુક્રવારે સવારે કોચી પહોંચ્યું છે. મહત્ત્વનું છે કે, વિમાનમાં રાજ્ય મંત્રી કીર્તિ વર્ધન સિંહ પણ હાજર હતાં. જેમણે ઝડપથી પરત આવે તે સુનિશ્ચિત કરવા કૂવૈતી સત્તાવાળાઓ સાથે સતત સંકલન કર્યું હતું.
પ્લેન કોચીન ઈન્ટરનેશનલ એરપોર્ટ પર પહોંચતાની સાથે જ કેરળના મુખ્યમંત્રી કે. વિજયન એરપોર્ટ પર પહોંચ્યા હતાં અને મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પી હતી.
એર્નાકુલમ રેન્જના ડીઆઈજી પુટ્ટા વિમલાદિત્યએ કહ્યું, અમે મૃતદેહો મેળવવા માટે તમામ જરૃરી વ્યવસ્થા કરી છે. અમે પીડિતોના પરિવારના સભ્યો સાથે પણ વાતચીત કરી છે. નોંધનિય છે કે, ર૩ મૃતદેહો કેરળના ર૭ તમિલનાડુ અને ૧ કર્ણાટકના છે. અગાઉ કૂવૈતથી વિમાનના પ્રસ્થાન પહેલા કૂવૈતમાં ભારતીય દૂતાવાસે સોશ્યલ મીડિયા દ્વારા ભારતીય વાયુસેનાના આ વિશેષ વિમાનના પ્રસ્થાન સાથે સંબંધિત સમાચાર પોસ્ટ કર્યા હતાં. ભારતીય દૂતાવાસે ટ્વિટર પર લખ્યું, ભારતીય વાયુસેનાનું એક વિશેષ વિમાન કૂવૈતમાં આગની ઘટનામાં પીડિત ૪પ ભારતીયોના નશ્વર અવશેષો લઈને કોચી માટે રવાના થયું છે. રાજ્ય મંત્રી કીર્તિ વર્ધન સિંહ પણ આ વિમાનમાં સવાર છે.
નોંધનિય છે કે, બુધવારે (૧૩ જૂન ર૦ર૪) દક્ષિણી કૂવૈતના મંગાફ વિસ્તારમાં એક બહુમાળી ઈમારતમાં લાગેલી ભીષણ આગમાં ૪૯ વિદેશી મજૂરો માર્યા ગયા હતા અને પ૦ અન્ય ઘાયલ થયા હતાં.
સમાચાર એજન્સી અનુસાર કૂવૈતના પ્રથમ નાયબ વડાપ્રધાન અને સંરક્ષણ પ્રધાન શેખ ફહદ અલ-યુસુફ અલ-સબાહે કહ્યું હતું કે, અધિકારીઓએ ૪૮ મૃતદેહોની ઓળખ કરી છે, તેમાંથી ૪પ ભારતીય અને ત્રણ ફિલિપીનો છે. તેમણે કહ્યું કે, બાકીના એક મૃતદેહને ઓળખાવા પ્રયાસો હજુ ચાલુ છે.
અધિકારીઓએ જણાવ્યું કે, અકસ્માતમાં જીવ ગુમાવનારા મોટાભાગના ભારતીયો કેરળના છે. આ અકસ્માતમાં કેરળના ૨૩ લોકોએ જીવ ગુમાવ્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial