Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
નાઘેડીમાં મોડીરાત્રે વંડી ટપીને ટોળું પ્રવેશ્યું: સસરા-સાળા વગેરે સામે ફરિયાદઃ
જામનગર તા. ૧૪: જામનગરના નાઘેડી ગામમાં એક યુવાને પ્રેમલગ્ન કર્યા પછી તેના સસરા, સાળા, મામાજી અને ચારથી પાંચ અજાણ્યા શખ્સે ગઈરાત્રે ઘરમાં ઘૂસી આ યુવાન તથા તેના માતા, પિતા, ભાઈને ફટકાર્યા હતા અને ઓરડાના બારણાને તોડી નાખી અંદરથી તે યુવતીનું અપહરણ કરી લીધુ હતું. આ બનાવની ફરિયાદ કરાતા પોલીસે રાયોટીંગ સહિતની કલમો હેઠળ ગુન્હો નોંધ્યો છે.
જામનગર-ખંભાળિયા માર્ગ પર આવેલા નાઘેડી ગામમાં ગઢવી ચોક પાસે રહેતા હાર્દિક ભીખુભાઈ ધોકીયા નામના કુંભાર યુવાન ગઈરાત્રે સાડા અગિયારેક વાગ્યે પોતાના ઘરે હતા ત્યારે હાજા આલાભાઈ આંબલીયા, રાહુલ હાજાભાઈ, રાહુલના મામા તથા ચારથી પાંચ અજાણ્યા શખ્સ ડેલી ઠેકીને અંદર ઘૂસી ગયા હતા.
થોડા દિવસ પહેલાં હાર્દિકે ઉપરોક્ત શખ્સ પૈકીના હાજા આલાભાઈની પુત્રી રીના સાથે લવમેરેજ કર્યા હતા. તે બાબત આ યુવતીના પિતા સહિતના પરિવારને પસંદ પડી ન હતી. તેનો ખાર રાખી ગઈરાત્રે ઉપરોક્ત ટોળુ બે મોટરમાં ધોકા, પટા, કોસ સાથે ધસી આવ્યું હતું. આ વ્યક્તિઓએ હાર્દિક તથા તેના પિતા ભીખુભાઈ પર હુમલો કર્યાે હતો. આ વેળાએ હાર્દિકનો ભાઈ પરેશ વચ્ચે પડતા તેને પણ ફટકારવામાં આવ્યો હતો. હાર્દિકના માતા વચ્ચે આવતા તેઓને પણ રાહુલના મામાએ માર માર્યાે હતો.
ત્યારપછી જે ઓરડામાં રીનાબેન હતા તે ઓરડાનું બારણું તોડી નાખી અંદરથી તે યુવતીને બહાર કાઢી લઈ તેના પિતા, ભાઈ, મામા સહિતના વ્યક્તિઓ પોતાની સાથે અપહરણ કરીને લઈ ગયા હતા. ઘવાયેલા હાર્દિક અને તેના પિતા, માતા, ભાઈને દવાખાને ખસેડવામાં આવ્યા છે જ્યાંથી હાર્દિકે પોલીસમાં ફરિયાદ નોંધાવતા પંચકોશી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ પીઆઈ એ.કે. પટેલે આઈપીસી ૩૬૫, ૪૨૭, ૪૫૨, ૩૨૩, ૫૦૪, ૫૦૬ (ર), ૩૪, ૧૪૩, ૧૪૭, ૧૪૮, જીપી એક્ટની કલમ ૧૩૫ (૧) હેઠળ ગુન્હો નોંધી આરોપીના સગડ દબાવ્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial