Advertisement
Author: નોબત સમાચાર

તા. ૧૭ જૂને મીઠાપુર તથા આસપાસના ગામલોકો માટે હેલ્થ કેમ્પનું આયોજન

મીઠાપુરમાં ટાટા કેમિકલ્સ દ્વારા

મીઠાપુર તા. ૧૪: પોતાના સમુદાયની સુખાકારી માટે પ્રતિબદ્ધ ટાટા કેમિકલ્સ લગભગ ૩૦,૦૦૦ ની વસતિ ધરાવતા સ્થાનિક સમુદાયો અને આસપાસના ગામોના લોકો માટે મીઠાપુરમાં તેની હોસ્પિટલમાં ૧૬ મી જૂને સવારે ૯ થી બપોરના ર વાગ્યા સુધી હેલ્થ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રજિસ્ટ્રેશન સવારે ૭-૩૦ વાગ્યાથી શરૃ થશે. આ કેમ્પમાં ફિઝિશ્યન અને સર્જન દ્વારા મફત જનરલ ચેકઅપ હાથ ધરવામાં આવશે અને એક્સપર્ટ ઓન્કોલોજિસ્ટ અને કાર્ડિયોલોજિસ્ટ દ્વારા સ્પેશિયલાઈઝ્ડ ચેકઅપ તથા હોસ્પિટલની સુવિધાઓ, મેડિકલ ડિવાઈસીસ અને તેને સંબંધિત ઈન્સ્ટ્રુમેન્ટ્સની ફૂલ એક્સેસ અને કન્સલ્ટેશન પૂરા પાડવામાં આવશે.

૧પ ઓગસ્ટ ૧૯૪૯ ના સ્થપાયેલી ટાટા કેમિકલ્સ હોસ્પિટલે છેલ્લા ૭પ વર્ષોમાં ૧૦ મિલિયનથી વધુ દર્દીઓની સારવાર કરીને સ્થાનિક તથા આસપાસના સમુદાયોના લોકો પર નોંધપાત્ર અસર ઊભી કરી છે. સમુદાયોને તેમની પહોંચની અંદર હોય તેવી ગુણવત્તાસભર હેલ્થકેર સેવાઓ પૂરી પાડવા માટે પ્રતિબદ્ધ રહીને ટાટા કેમિકલ્સ હોસ્પિટલ આવા હેલ્થ અને વેલનેસ કેમ્પ દ્વારા સંભાળ અને સમુદાયોની સેવાનો વારસો ચાલુ રાખે છે.

આગામી હેલ્થ કેમ્પમાં જનરલ ફિઝિશ્યન, જનરલ સર્જન, કાર્ડિયોલોજિસ્ટ અને ઓન્કોલોજિસ્ટ સહિતના ચાર મેડિકલ પ્રોફેશનલ્સની ટીમ ટાટા કેમિકલ્સ હોસ્પિટલમાં યોજાનારા મેડિકલ કેમ્પમાં વિવિધ હેલ્થકેર જરૃરિયાતો પૂરી કરશે. આ પહેલ થકી ટાટા કેમિકલ્સનું લક્ષ્યાંક મીઠાપુર, સૂરજકરાડી, આરંભડા, ભીમરાણા, ઓખા, બેટ, મોજપ, વરવાળા અને બીજા અનેક ગામોના હજારો સ્થાનિક લોકોની સુખાકારીને પ્રાથમિક્તા આપવાનું છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh