Advertisement
Author: નોબત સમાચાર

બ્રહ્મલીન ભાગવતાચાર્ય પૂ. મનહરલાલજી મહારાજની ૧૬ જૂને ત્રેવીસમી પુણ્યતિથિ

ગીતા વિદ્યાલયના અધિષ્ઠાતા

જામનગર તા. ૧૪: ગુજરાતભરમાં ગીતા વિદ્યાલયોના અધિષ્ઠાતા બ્રહ્મલીન ભાગવતાચાર્ય પૂ. મનહરલાલજી મહારાજની તા. ૧૬ મી જૂને ર૩ મી પુણ્યતિથિ છે.

તા. ૧૦ મી જૂન ર૦ર૪ ના રવિવારે પૂ. મનહરલાલજીની પુણ્યતિથિ નિમિત્તે જામનગરમાં કાશી વિશ્વનાથ મંદિર પાસે ગીતા વિદ્યાલયમાં સાંજે ૬ વાગ્યે બાલ વર્ગોના બાળકોને સ્કૂલબેગ, ચોપડા, કમ્પાસ બોક્સ, લંચ બોક્સનું વિતરણ કરાશે. રાજકોટના ગીતા વિદ્યાલયમાં સાંજે ૪-૩૦ થી ૭-૩૦ સુધી સામૂહિક ભગવદ્ગીતા પારાયણ-ગીતા પાઠનું આયોજન કરવામાં આવ્યું છે.

પૂ. મનહરલાલજી મહારાજે ૭ર વર્ષ પૂર્વે છોટી કાશી જામનગરમાં અને પ૯ વર્ષ પૂર્વે રાજકોટમાં ગીતા વિદ્યાલયની સ્થાપના કરી અને નાના બાળકોને સંસ્કૃત શ્લોકોની અંતાક્ષરી રમતા કર્યા હતાં. બાળકો દ્વારા ગીતા જયંતીની ઉજવણીનો પ્રારંભ કરાવ્યો, તેમજ હજારો બાળકોને ભગવદ્ગીતા, રામાયણ તથા સંસ્કૃત સ્તોત્રોનું અધ્યયન કરાવીને સંસ્કાર સિંચન કર્યું હતું. ૭ર વર્ષ પૂર્વે જામનગરમાંથી ગૂંજતો થયેલો ભગવદ્ગીતાનો નાદ્ આજે ગીતા વિદ્યાલય સ્વરૃપે ગૂંજી રહ્યો છે. જામનગરમાં એક જ માસ (કારતક માસ) માં એક જ શહેર (જામનગર) માં બે અષ્ટોત્તરશત સતત (૧૦૮) શ્રીમદ્ ભાગવત સપ્તાહનો વિક્રમજનક ઈતિહાસ સર્જ્યો છે. તેમની પ્રેરણાથી રાજકોટની ભાગોળે રતનપરમાં રામચરિતમાનસ મંદિરનું નિર્માણ થયું છે. નર્મદાકાંઠે નારેશ્વરમાં દાદાજી કૃષ્ણશંકર શાસ્ત્રીના હસ્તે શ્રેષ્ઠ ભાગવતાચાર્ય તરીકે મનહરલાલજી મહારાજનું બહુમાન થયું હતું. અમરેલી જિલ્લાના ધારીમાં તેમણે સુપ્રસિદ્ધ યાત્રાધામ જીવનમુક્તેશ્વર મહાદેવ આશ્રમનો જીર્ણોદ્ધાર કરીને પ્રવાસન સ્થળ તરીકે વિક્સાવેલ છે. ૧૦૦૦ ઉપરાંત ભાગવત સપ્તાહ દ્વારા અનેક સ્થળોએ સ્કૂલ, દવાખાનું, ગૌશાળા, મંદિરના નિર્માણમાં મહારાજે સહયોગ આપ્યો હતો. તેઓએ પ્રકટાવેલો સેવાનો દીપ આજે પણ સૌરાષ્ટ્રભરમાં ગીતા વિદ્યાલય સ્વરૃપે ગૂંજી રહ્યો છે. જેમાં બાળસંસ્કાર કેન્દ્ર, ઉનાળુ છાશકેન્દ્ર, વાચનાલય, જ્ઞાનયજ્ઞ, નિઃશુલ્ક નિદાન કેમ્પ, રાહત દરે નોટબુક વિતરણ, ગીતા પ્રચાર, સંસ્કૃત પ્રચાર, ભગવદ્ગીતાના સામૂહિક પાઠ, માતૃભાષામાં શિક્ષણનું અભિયાન, ગીતા પ્રેસના સતસાહિત્યનું વિતરણ વગેરે અનેક સેવાકીય પ્રવૃત્તિઓ થઈ રહી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh