Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
હીટવેવ વચ્ચે પણ દ્વારકા મંડળ ધમધમ્યુ
દ્વારકા તા. ૧૪: દ્વારકા ઉનાળુ વેકેશન દરમિયાન સાડા તેર લાખથી વધુ ભાવિકો અને સહેલાણીઓ ઉમટી પડ્યાનો અંદાજ છે. રાજ્યમાં હીટવેવ જેવી સ્થિતિમાં પણ દ્વારકામાં ૩૦ થી ૩પ ડીગ્રી વચ્ચે તાપમાન રહેતું હોય, ગુજરાતીઓની પ્રથમ પસંદગી રહી છે.
ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકામાં ઉનાળુ વેકેશન દરમિયાન લાખો ભાવિકો અને સહેલાણીઓ ઉમટી પડ્યા હતાં. ઉનાળુ વેકેશનના પ્રારંભથી દરરોજ હજારોની સંખ્યામાં ભાવિકો સાથે સહેલાણીઓ ઉમટી રહ્યાં હતાં. આ વર્ષે ઉનાળાએ પણ પોતાનો મિજાજ દેખાડ્યો હતો ત્યારે બીજા શહેરોની સાપેક્ષમાં દ્વારકામાં ગરમીના ઓછા પ્રમાણ સાથે દરિયાકાંઠાળ સ્થળે પ્રફુલ્લીત આબોહવાના કારણે દર વર્ષે દર્શનાર્થીઓ સાથે સહેલાણીઓની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે.
એક અંદાજ મુજબ આ વર્ષ ઉનાળુ વેકેશન દરમીયાન તા. ૧૦-પ-ર૦ર૪ થી તા. ૧ર-૬-ર૦ર૪ સુધીમાં દ્વારકાધીશ મંદિર, દ્વારકામાં ૧૩,પપ,૦૦૦ (તેરલાખ પંંચાવન હજાર) લોકોએ શ્રીજીના ચરણોમાં શિશ નમાવી ધન્યતા અનુભવી હતી. ગત્ વર્ષે ઉનાળુ વેકેશન દરમિયાન અંદાજિત સાડા-છ લાખથી વધુ લોકોએ ઠાકોરજીના દર્શન કર્યા હતાંં. જ્યારે ગત્ વર્ષ-ર૦રર-ર૦ર૩ માં અંદાજે ૬૮ લાખથી વધુ ભાવિકોએ ભગવાન દ્વારકાધીશને શિશ ઝુકાવ્યું હતું.
ઉનાળુ વેકેશન દરમિયાન રાજ્યમાં હીટવેવ જેવી સ્થિતિમાં પણ દ્વારકામાં ૩૦ થી ૩પ ડીગ્રી વચ્ચે તાપમાન રહેતું હોય, આસપાસ ભડકેશ્વર બીચ, શિવરાજપુર બીચ, સુદર્શન સેતુ, પંચકુઈબીચ, સનસેટ પોઈન્ટ, લાઈટ હાઉસ સહિતના પર્યટન સ્થળો ઉપરાંત આજુબાજુમાં તીર્થક્ષેત્રો બેટ-દ્વારકા, નાગેશ્વર જ્યોર્તિલીંગ, મકરધ્વજ મંદિર, સંગમઘાટ, ગોમતીઘાટ હોવાથી વેકેશન દરમિયાન દ્વારકા યાત્રાધામ ઓછા ખર્ચમાં આધ્યાત્મિકતા સાથે આનંદ આપનારા સ્થળ તરીકે ગુજરાતીઓની પ્રથમ પસંદગી બન્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial