Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અધિકારીઓ રજૂઆતો સાંભળતા નથી, પ્રજાના પ્રતિનિધિઓને પણ ગાંઠતા નથીઃ સ્વખર્ચે ટેન્કરો મંગાવવા પડે છેઃ કલેકટરને આવેદનપત્ર
જામનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં પાણીની સમસ્યા વિકરાળ બની છે આ પ્રશ્નને વાચા આપવા માટે આજે આમ આદમી પાર્ટી દ્વારા કલેકટર કચેરી પાસે વિરોધ-પ્રદર્શન કરી પાણીના માટલા ફોડ્યા હતાં અને જિલ્લા કલેકટરને આવેદન પાઠવ્યું હતું. આ સમયે પોલીસે ધારાસભ્ય સહિતનાઓની અટકાયત કરી હતી. આપના જામજોધપુરના ધારાસભ્ય હેમત ખવાની આગેવાનીમાં આજે કલેકટર કચેરીમાં પાણીની સમસ્યાના મુદ્દે માટલા ફોડી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને ત્યારપછી જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. જેમાં એવી રજુઆત કરવામાં આવી હતી. કે જિલ્લાના અમુક ગામડામાં પીવાના પાણીની સમસ્યા વિકરાળ બની છે. ગામડા તો દૂર શહેરના અુમક વિસ્તારમાં ટેન્કરો દ્વારા પાણી વિતરણ થાય છે. નલ સે જળની રૃપાળી વાર્તા અને ભાજપના દાવા પોકળ સાબિત થતા હોય તેમ જામનગરના ચાર ગામો અને બે પરા વિસ્તારોમાં પાઈપલાઈન પણ ઉપલબ્ધ નથી. જામજોધપુર તાલુકાના તરસાઈ, ડોકા પરોડનેશ, વસંતપર, મેલાણ, લાલપુર તાલુકાના વિજયપુર રીઝપર (સરધુના) જામનગર તાલુકાના સરમત (ખાણ વિસ્તાર) માં આજે પણ પાણીની પાઈપલાઈન જ નથી. આ વિસ્તારના લોકો પોતાના ખર્ચે પાણીના ટાંકા મંગાવી રહ્યા છે. અધિકારીઓ રજુઆતો સાંભળતા નથી. પ્રજાના પ્રતિનિધિને પણ ગાંઠતા નથી. સત્વરે યોગ્ય પગલા લેવામાં આવે તે જરૃરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial