Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દસ ગ્રામ પંચાયત દીઠ એકની ગણત્રીએ ર૪ કલસ્ટર બનાવાયા
ખંભાળીયા તા. ૧૪: આત્મા પ્રોજેકટ હેઠળ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ૩૧ હજારથી વધુ ખેડૂતોને તાલીમ બદ્ધ કરાયા છે
ખેડૂતોને દેશી ગાય આધારિત ઝીરો બજેટ પ્રાકૃતિક ખેતીના વ્યાપ વધારવા સારૃ આત્મા પ્રોજેકટ-દેવભૂમિ દ્વારકા જિલ્લા દ્વારા નિરંતર તાલીમોનું આયોજન ગ્રામ્ય કક્ષાએ કરવામાં આવી રહેલ છે. જિલ્લામાં દસ ગ્રામ પંચાયત દીઠ એક કલસ્ટર એમ કુલ ર૪ કલસ્ટર બનાવીને તેમાં ફાર્મર માસ્ટર ટ્રેનર અને ટેકનિકલ માસ્ટર ટ્રેનરની નિમણૂક અને સંચાલન હેઠળ પ્રત્યેક ગામમાં ચાર તાલીમો આપવાની કામગીરી જિલ્લા કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારીના સીધા માર્ગદર્શન હેઠળ ૧ મે.ર૦ર૩ થી અમલમાં છે. જિલ્લામાં વર્ષ-ર૦ર૩-ર૪ મા પ્રાકૃતિક ખેતીને વેગ આપવા જિલ્લામાં ૩૧૬૪૯ થી વધુ ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની તાલીમ આપવામાં આવી છે.
રાજ્ય કક્ષાએ મા. રાજ્યપાલ અને જિલ્લા કક્ષાએ કલેકટરના સીધા માર્ગદર્શન હેઠળ આત્મા પ્રોજેકટ - દેવભૂમિ દ્વારકા દ્વારા આયોજિત થતી ખેડૂત તાલીમમાં આજ દિન સુધીમાં કુલ ૪પપ૧૮ ખેડૂતોએ તાલીમ લઈને પ્રાકૃતિક ખેતીની વિધિવત જાણકારી પ્રાપ્ત કરી છે. રાજ્યપાલ લિખિત પ્રાકૃતિક ખેતીની પુસ્તિકાઓનું પણ ઉકત તાલીમમાં વિનામૂલ્યે ખેડૂતોને વિતરણ કરીને સઘન અભ્યાસ સારૃ પ્રેરણા આપવામાં આવી છે.
પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ દ્વારા પણ આગામી સમયમાં ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ પ્રયાણ કરે તે માટે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો પણ પ્રોત્સાહિત યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial