Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ર૧ જાન્યુઆરી, ર૦ર૪ ના દિન
જામનગર તા.૧પઃ જામનગરની નવાનગર નેચર કલબ દ્વારા લોકોમાં ટ્રાફિકના નિયમોનું પાલન કરવા જાગૃતિ આવે, શાળાના બાળકો સાયકલનો ઉપયોગ કરવા પ્રેરાય તથા પેટ્રોલ-ડીઝલનો બચાવ કરી પર્યાવરણ જાળવણીમાં લોકો યોગદાન આપે તેવા હેતુસર આગામી તા. ર૧ જાન્યુઆરી, ર૦ર૪ ના દિને ૧૦૦ કિ.મી., પ૦ કિ.મી. રપ કિ.મી. તથા ૧૦ કિ.મી.ની. ઓપન ગુજરાત ચતુર્થ સાયકલોથોન વોટ ફોર અર્થના શીર્ષક સાથે યોજવામાં આવી છે. જેમાં ૬ વર્ષથી ઉપરની કોઈપણ વ્યક્તિ ભાગ લઈ શકશે. દસ વર્ષથી ઉપરના સ્પર્ધકોને ટી-શર્ટ તથા દરેકને પ્રમાણપત્ર, નાસ્તો, એનર્જી ડ્રીક, સાથે પુરસ્કાર આપવામાં આવશે.
જામનગરને પ્રદુષણમુકત તેમજ સ્વચ્છ બનાવવાના આ ઉમદા પ્રયાસને સફળ બનાવવા સમગ્ર ગુજરાતના સાયકલ રસિયાઓની સાથે શહેરની સ્કૂલો, કોલેજોના વિદ્યાર્થીઓને જોડાવા સંસ્થા દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. સાયકલોથોનમાં સમગ્ર ગુજરાતમાંથી લોકો ભાગ લઈ શકશે તે માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન સિસ્ટમ રાખેલ છે. જેમાં સ્પર્ધકોએ ૩૦ ડિસેમ્બર ર૦ર૩ સુધીમાં ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. પ્રાથમિક શાળાના આચાર્યએ પોતાની સ્કૂલના વિદ્યાર્થીઓને જોડવા માટે સંસ્થાના પ્રમુખનો મો. ૯૯રપપ ૬૦૧૯૯ ઉપર સંપર્ક કરીને રજીસ્ટ્રેશન કરવાનું રહેશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial