Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રાત્રે પરિવાર લગ્નમાંથી પરત આવ્યો'ને સવારે ભર્યું પગલુંઃ
ખંભાળિયા તા. ૧૫ઃ ખંભાળિયાના એક પ્રૌઢે આજે વહેલી સવારે કોઈ કારણથી ઝેરી દવા પી લીધા પછી તેઓનું મૃત્યુ નિપજ્યું છે. ઔદિચ્ય બ્રહ્મસમાજના અને પાલિકા પ્રમુખના કાકા એવા આ પ્રૌઢના અવસાનથી શોક પ્રસર્યાે છે.
ખંભાળિયામાં નગરનાકા ૫ાસે રહેતા અને રામમંદિરમાં સેવા-પૂજા કરવા ઉપરાંત અનેક ધાર્મિક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા શૈલેન્દ્રભાઈ રસીકભાઈ પંડયા (મુન્નાભાઈ) (ઉ.વ.પપ) નામના વિપ્ર પ્રૌઢે આજે સવારે પાંચેક વાગ્યે કોઈ ઝેરી દવા પી લીધી હતી.
અગાઉ શૈલેન્દ્રભાઈના લગ્ન થયા હતા. તે પછી તેઓએ છૂટાછેડા લીધા હતા અને ત્યાર પછી હાલમાં તેઓ પોતાના ભાઈ-ભાભીના પરિવાર સાથે વસવાટ કરતા હતા. ગઈકાલે તેમના પરિવારમાં જામનગરમાં લગ્ન પ્રસંગ યોજાયો હતો તેમાંથી રાત્રે એકાદ વાગ્યે શૈલેન્દ્રભાઈના ભાઈ-ભાભી પરત આવ્યા હતા અને તે પછી આજે સવારે પાંચેક વાગ્યે શૈલેન્દ્રભાઈના મ્હોં પર ફીણ જોવા મળતા તેઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેઓની સારવાર શરૃ કરી હતી પરંતુ સારવાર કારગત નિવડે તે પહેલાં શૈલેન્દ્રભાઈનું મૃત્યુ નિપજ્યું છે.
ખંભાળિયા નગરપાલિકામાં રોજમદાર કર્મચારી તરીકે પણ કામ કરતા શૈલેન્દ્રભાઈ ખંભાળિયા નગરપાલિકાના પ્રમુખ રચનાબેન મોટાણીના કાકા થતાં હતા. તેમના અવસાનના અહેવાલના પગલે ઔદિચ્ય બ્રહ્મસમાજમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial