Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મોટર સહિત રૃપિયા પોણા ત્રણ લાખનો મુદ્દામાલઃ અગિયાર બોટલ સાથે અન્ય એક ઝડપાયોઃ
જામનગર તા. ૧૫ઃ જામનગરની ગ્રીનસિટીમાં આવેલા એક એપાર્ટમેન્ટના ફ્લેટ તથા નીચે પડેલી મોટરની ગઈકાલે પોલીસે પૂર્વ બાતમીના આધારે તલાશી લેતાં તેમાંથી દારૃની ૧૩૨ મોટી અને ૭૧ નાની બોટલ મળી આવી હતી. આ જથ્થા સાથે એક મહિલાની અટકાયત કરાઈ છે. તેઓએ સપ્લાયરનું નામ આપ્યું છે. મોટર સહિતનો મુદ્દામાલ કબજે કરાયો છે. એમ્યુઝમેન્ટ પાર્ક પાસેથી એક શખ્સ દારૃની અગિયાર બોટલ સાથે ઝડપાઈ ગયો છે.
જામનગરના રણજીત સાગર રોડ પર આવેલી ગ્રીન સિટી પાસે એક મહિલા મોટરમાં અંગ્રેજી શરાબની હેરાફેરી કરતા હોવાની બાતમી સિટી-એ ડિવિઝનના સર્વેલન્સ સ્ટાફના વિક્રમસિંહ, રવિરાજસિંહ એ. જાડેજાને મળતા પીઆઈ એન.એ. ચાવડાને વાકેફ કરાયા પછી પીએસઆઈ બી.એસ. વાળાના વડપણ હેઠળ ગઈકાલે પોલીસ સ્ટાફે વોચ રાખી હતી.
તે દરમિયાન ગ્રીન સિટીમાં પ્લાઝા એપાર્ટમેન્ટ પાસે એક સ્વીફ્ટ મોટર શંકાસ્પદ હાલતમાં જોવા મળતા ત્યાં ધસી ગયેલા પોલીસ કાફલાએ જીજે-૧૩-એન ૨૮૮૯ નંબરની સ્વીફ્ટ મોટર તથા આ એપાર્ટમેન્ટના બીજા માળે ફલેટ નં.૩૦૨માં દરોડો પાડી તલાશી લેતા ત્યાંથી અંગ્રેજી શરાબની ૧૩૨ મોટી બોટલ અને ૭૧ ચપટા મળી આવ્યા હતા.
આ જથ્થા સાથે પુનીતાબેન જયેશભાઈ કનખરા નામના મહિલાની અટકાયત કરવામાં આવી છે. પોલીસે રૃા.૨ લાખની મોટર તથા રૃા.૭૩૧૦૦ની કિંમતનો દારૃનો જથ્થો ઝબ્બે લઈ આ મહિલાની પૂછપરછ કરતા તેણે દારૃનો આ જથ્થો વેચાણ માટે નાનકપુરીમાં રહેતા મયુર મગનભાઈ મોદી પાસેથી લીધો હોવાની કબૂલાત કરી છે. હે.કો. આર.એ. જાડેજાએ ખુદ ફરિયાદી બની પુનીતાબેન તથા મયુર મોદી સામે ગુન્હો રજીસ્ટર કરાવ્યો છે. આ કાર્યવાહીમાં સ્ટાફના એમ.એલ. જાડેજા, કે.પી. જાડેજા, દેવાયતભાઈ કાંબરીયા, મહિપાલસિંહ, સુનિલ ડેર, શૈલેષ ઠાકરીયા, ઋષિરાજસિંહ, રાજેન્દ્રસિંહ, ખોડુભા, રવિ શર્મા, યોગેન્દ્રસિંહ, હિતેશ સાગઠીયા, રાકેશ ચૌહાણ સાથે રહ્યા હતા.
જામનગરના ખોડિયાર કોલોની વિસ્તારથી આગળ આવેલા એમ્યુઝમેન્ટ પાર્ક નજીક ગઈકાલે સાંજે સિટી-સી ડિવિઝનના સ્ટાફ દ્વારા કરવામાં આવી રહેલા પેટ્રોલિંગમાં ત્યાંથી પસાર થયેલા સાધના કોલોની પાછળની પ્રણામી ટાઉનશીપ-૩માં રહેતા રિક્ષા ડ્રાઈવર જગજીવન ખેંગારભાઈ રાઠોડ નામના શખ્સને શકના આધારે રોકવામાં આવ્યો હતો. તે શખ્સની તલાશી લેવાતા તેની પાસેથી અંગ્રેજી શરાબની અગિયાર બોટલ મળી આવી હતી. પોલીસે રૃા.૫૫૦૦ની બોટલ કબજે કરી તેની ધરપકડ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial