Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગઢવી ચારણ જ્ઞાતિની દીકરીઓ માટે
ખંભાળિયા તા. ૧૫ઃ દેવભૂમિ દ્વારકા જિલ્લાના વડા મથક ખંભાળિયા શહેરમાં ગઢવી, ચારણ જ્ઞાતિ દ્વારા સોનલ માતાજીના મંદિર પાસે કુમાર છાત્રાલય ઘણાં સમયથી ચલાવાઈ રહ્યું છે, ત્યારે આધુનિક યુગમાં કન્યાઓને પણ અભ્યાસ કરવામાં સગવડની જરૃર પડતી હોય, ચારણ ગઢવી સમાજની દીકરીઓ માટે હોસ્ટેલ, ટ્યુશન ક્લાસ, લાયબ્રેરી તથા ભોજનાલય સહિતની સગવડો ઊભી કરવા માટે સોનલમા કન્યા છાત્રાલયનું આયજન કરવામાં આવ્યું હતું, જેમાં અનેક દાતાઓ દ્વારા પોતાનું યોગદાન જાહેર કર્યું હતું.
સેંજલ એકેડેમી ગાંધીનગરના મૂળ ભારાબેરાજાના કુંભાભાઈ સામતભાઈ રૃડાચ હ. નવલદાન રૃડાચ પરિવાર દ્વારા રૃા. ૧૧ લાખ, માળી ગામના જાઈબેન આશાભાઈ જામ હ. નથુભાઈ જામ દ્વારા રૃા. ૩,પ૧,૦૦૦, સ્વ. કાનાભાઈ કરસનભાઈ સંધિયા હ. મંગાભાઈ, રાણશીભાઈ, મંડાણભાઈ ખંભાળિયાવાળા તરફથી રૃા. પ,પ૧,૦૦૦, ભારાબેરાજા રૃડાચ પરિવાર દ્વારા આયોજન થયેલ શ્રીમદ્ ભાગવત સપ્તાહનું ફંડ રૃા. એકવીસ લાખ કુંભાભાઈ સામતભાઈ રૃડાચના હસ્તે આ કાર્યમાં દાન અપાયું હતું.
તે ઉપરાંત સ્વ. ભારાભાઈ ખેતશીના સ્મરાણાર્થે પબુભાઈ ધારાણી દ્વારા રૃા. ૩,પ૧,૦૦૦, સ્વ. કમલેશભાઈ ધારાણીના સ્મરાણર્થે કમલેશભાઈ ઘારાણી દ્વારા રૃા. ૩,પ૧,૦૦૦, વજાભાઈ આલાભાઈ હ. પ્રવિણભાઈ ગામણા તરફથી રૃા. ૩,પ૧,૦૦૦ તથા સ્વ. ખેરાજભાઈ જામના સ્મરણાર્થે હસ્તે મલીબેન જામ દ્વારા ૧,૧૧,૧૧૧ નું યોગદાન આપવામાં આવ્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial