Advertisement
Author: નોબત સમાચાર

દારૃના વ્યસની પતિએ છીનવી લીધેલા બાળકનો કબજો મેળવવા માતાએ નાખી ધા

સખી વન સ્ટોપ સેન્ટરે કરાવ્યું પુનઃ મિલનઃ

જામનગર તા. ૧૫ઃ જામનગરના સખી વન સ્ટોપ સેન્ટર પર ગઈરાત્રે એક મહિલા આવી પહોંચ્યા હતા. જ્યાં તેઓએ સેન્ટરના સંચાલિકા હેતલબેન સાથે વાત કરી તેમાં જણાવ્યું હતું કે, તેમના પતિ દારૃના વ્યસની છે અને અત્યારે તેઓએ દોઢ વર્ષનું બાળક પડાવી લઈ માર માર્યાે છે અને ઘરમાંથી કાઢી મુક્યા છે.

આ મહિલાને સાંત્વના આપી હેતલબેને વધુ પૂછપરછ કરતા આ મહિલાએ જણાવ્યું હતું કે, અવારનવાર ઝઘડા કરી તેમના પતિ મારકૂટ કરવા ઉપરાંત દારૃના પણ બંધાણી છે. દોઢ વર્ષ પહેલાં આ મહિલા માતા બન્યા હોવા છતાં તેમના પતિ બંધાણ છોડી શકતા નથી અને શારીરિક તથા માનસિક ત્રાસ આપે છે. તે કેફિયત પરથી સંચાલિકાએ આ મહિલાના પતિ સાથે ફોન પર વાત કરી હતી અને સેન્ટર પર આવવા કહ્યું હતું પરંતુ સેન્ટર સુધી આવવા કે બાળકને તેની માતાને પરત સોંપવા આ શખ્સ તૈયાર થયો ન હતો.

ત્યારપછી સખી વન સ્ટોપ સેન્ટરના કર્મચારીઓ ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઈનની મદદ લઈ તે મહિલાના ઘેર પહોંચ્યા હતા જ્યાં પતિના કબજામાંથી બાળક પરત મેળવી તેની માતાને સોંપી આપ્યું હતું.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh