Advertisement
Author: નોબત સમાચાર

ફિલ્મ અભિનેતા શ્રેયસ તલપડેને હાર્ટ એટેક

ફિલ્મના શૂટિંગ પછી ૪૭ વર્ષિય કલાકાર ઢળી પડ્યાઃ

મુંબઈ તા. ૧પઃ મનોરંજન જગતમાંથી એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. ૪૭ વર્ષિય અભિનેતા શ્રેયસ તલપડેને તાકીદે અંધેરી વેસ્ટની બેલેવ્યુ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અહેવાલો અનુસાર અભિનેતા ગુરુવારે સાંજે મુંબઈમાં તેનું શૂટિંગ પૂરૃં કર્યા પછી તરત જ બેભાન થઈ ગયા હતાં. તે જ સમયે કેટલાક અહેવાલોમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે, શ્રેયસને હાર્ટ એટેક આવ્યો છે.

૪૭ વર્ષિય શ્રેયસને સાંજે મુંબઈની અંધેરીની બેલેવ્યુ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હાર્ટ એટેક પછી શ્રેયસ પર એન્જિયોપ્લાસ્ટી પણ કરવામાં આવી હતી. હોસ્પિટલે પુષ્ટિ કરી છે કે શ્રેયસ હોસ્પિટલમાં છે અને તેની એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી છે.

શ્રેયસ તલપડે તેની નવી ફિલ્મ 'વેલકમ ટુ ધ જંગલ'નું શૂટિંગ કરી રહ્યા હતાં. શૂટિંગ પૂરૃં થયા પછી જ્યારે તે ઘરે પહોંચ્યો ત્યારે તેને છાતીમાં દુઃખાવો થયો અને તેને તરત જ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. હાલમાં એન્જિયોપ્લાસ્ટી પછી તેની હાલત સ્થિ હોવાનું કહેવાય છે, પરંતુ હોસ્પિટલે હાલમાં કોઈ મેડિકલ બૂલેટિન બહાર પાડ્યું નથી. શ્રેયસ તલપડેએ બોલિવૂડની ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. તેણે દિલ દોસ્તી એક્સ્ટ્રો, ગોલમાલ, હમ તુમ શબાના, પોસ્ટર બોયઝ, વિલ યુ મેરી વિગેરે ફિલ્મોમાં કામ કર્યું છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh