Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ચાંદીની બંગડીઓ, ઝુમખા, મોબાઈલ, રોકડની લૂંટઃ
જામનગર તા. ૧૫ઃ લાલપુર તાલુકાના આરબલુસ ગામમાં ખેતરમાં મજૂરીકામ કરતા શ્રમિક દંપતી વીસેક દિવસ પહેલાં રાત્રિના સમયે નિદ્રાધીન થયા પછી તેમના રહેણાંકમાં ઘૂસેલા બે અજાણ્યા લૂંટારાઓએ ચાંદીની બે બંગડી, ઝૂમખાની જોડી, મોબાઈલ અને રૃા.૩ હજાર રોકડા મળી રૃા.૯૮૦૦ની મત્તાની લૂંટ આચર્યાની પોલીસમાં ફરિયાદ કરાઈ છે. દોડી ગયેલી પોલીસ ટીમે તપાસ આદરી છે.
લાલપુર તાલુકાના આરબલુસ ગામમાં આવેલા હરદેવસિંહ મંગળસિંહ જાડેજા નામના ખેડૂતના ખેતરમાં મજૂરી કામ માટે આવીને રહેતા મૂળ મધ્યપ્રદેશના જાંબુવા જિલ્લાના રાણાપુર તાલુકાના સુરડીયા ગામના વતની કાલુભાઈ ફતીયાભાઈ મેડા (ઉ.વ.૩૭) તથા તેમના પરિવારજનો તે ખેતરમાં મજૂરીકામ કરી ત્યાં જ વસવાટ કરે છે. તે દરમિયાન વીસેક દિવસ પહેલાં રાત્રિના સમયે કાલુભાઈ અને તેમના પરિવારજનો કામ પૂર્ણ કર્યા પછી ખેતરમાં એક ઢાળીયામાં રાખેલા રહેણાંકમાં સૂવા માટે ગયા હતા. તે દરમિયાન રાત્રે દોઢેક વાગ્યે પચ્ચીસેક વર્ષની વયનો લાગતો એક અને ત્રીસેક વર્ષની વયનો લાગતો બીજો અજાણ્યો શખ્સ ઘૂસી ગયા હતા.
આ બંને શખ્સે એક ઢાળીયાની દીવાલમાં ખોડવામાં આવેલી ખીંતીમાં ટીંગાતી થેલીમાંથી કાલુભાઈના પત્નીની ચાંદીની બે બંગડી, ઝુમખા કાઢી લીધા હતા. આ વેળાએ અવાજ થતાં કાલુભાઈ ઝબકી ગયા હતા. તેઓને ઉઠી ગયેલા જોઈ આ શખ્સોએ બળજબરી આચરી હતી.
બંને લૂંટારાએ કાલુભાઈને ડરાવી-ધમકાવી ચુપ રહેવા માટે ફરજ પાડી હતી અને તેમના ખિસ્સામાંથી રૃા.૩ હજાર રોકડા અને રૃા.પ હજારની કિંમતનો મોબાઈલ ઝૂંટવી લીધો હતો અને તે પછી લૂંટનો સામાન ઉઠાવી બંને શખ્સ પલાયન થઈ ગયા હતા. આ બનાવની ગઈકાલે કાલુભાઈએ લાલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. કુલ રૃા.૯૮૦૦ની મત્તા લૂંટી જવા અંગે પોલીસે અજાણ્યા લૂંટારા સામે આઈપીસી ૩૧૨, ૧૧૪ હેઠળ ગુન્હો નોંધી તપાસનો ધમધમાટ શરૃ કર્યાે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial