Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
૧ર૦ વર્ષ જુના જર્જરિત કેનેડી પુલના સ્થાને
ખંભાળિયા તા. ૧પઃ ખંભાળિયામાં ૧ર૦ વર્ષ પહેલા અમેરિકાના રાષ્ટ્રપતિ જ્હોન કેનેડીના નામ પરથી રાજાશાહી વખતમાં મેન્યુઅલ રીતે કમાન પર આધારીત લોખંડ-સિમેન્ટના ઉપયોગ વગરનો કેનેડી બ્રીજ ખંભાળિયાના અમી પરિવારના કોન્ટ્રાક્ટર દ્વારા બનાવાયેલો.
આ પુલ પરથી દ્વારકા હાઈ-વે નવો બનતા ડ્રાયવર્ઝનમાં અત્યંત હેવી વાહનો પસાર થતા જર્જરિત થઈ જતાં પાલિકા દ્વારા આ પુલ કેટલાક સમયથી બંધ કરીને ડ્રાયવર્ઝન શરૃ કરાયેલો હતો.
આ પુલનો રસ્તો ભાણવડ તથા પોરબંદર રોડ જવા ખૂબ ઉપયોગી હોય, આ રસ્તા પર પુલ નવો બનાવવા માટે પાલિકા પાસે પૂરતું ભંડોળર ના હોય, પૂર્વ પાલિકા હોદ્દેદારો ભાવનાબેન પરમાર, હિનાબેન આચાર્ય, જગુભાઈ રાયચુરાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને રજૂઆતો કરી હતી તથા આ મુદ્દે સાંસદ પૂનમબેન માડમ તથા મંત્રી મૂળુભાઈ બેરા તથા જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ ગઢવીને પણ રજૂઆતો કરાઈ હતી જે પછી હાલની નવી બોડીના રચનાબેન મોટાણી, રેખાબેન ખેતિયા, વિષ્ણુ પત્તાણી તથા શહેર ભાજપ પ્રમુખ અનિલભાઈ તન્ના વિગેરે દ્વારા પણ આ બાબતે વારંવાર રજૂઆતો કરાઈ હતી તથા પાલિકા ચીફ ઓફિસર ભરતભાઈ વ્યાસ તથા ઈજનેર એન.આર. નંદાણિયા દ્વારા ખામનાથ પાસે ઘી નદી પર પુલ ફ્લાય ઓવરબ્રીજ આધુનિક બનાવવા માટે રૃા. રપ.૬પ કરોડનું આયોજન તૈયાર કરીને મોકલ્યું હતું જે મંજુર થયું છે.
ગુજરાત મ્યુનિ. ફાયનાન્સ બોર્ડ દ્વારા રાજકોટ પ્રાદેશિક ન.પા. નિયામક તત્કાલિન ધીમંતકુમાર વ્યાસ દ્વારા ભલામણ કરેલ પત્ર મુજબ નવો પુલ બનાવવા માટે રૃા. રપ.૬૪૬૭ કરોડ રૃપિયા મંજુર કર્યા છે તથા તેના પ્રથમ હપ્તા માટે રૃા. સાડાછ કરોડ પ્રાદેશિક ન.પા. નિયામક રાજકોટના હવાલે મૂકાયા છે.
સ્વર્ણીમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાંથી મંજુર થયેલ આ ગ્રાન્ટમાંથી પુલનું કામ પાલિકાએ માર્ગ અને મકાન વિભાગ દ્વારા કરવાનું થશે. પુલ બનાવવામાં રકમ ઘટે તો પાલિકા સ્વભંડોળમાંથી ભોગવશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial