Advertisement
Author: નોબત સમાચાર

જામનગર જિલ્લા ભરવાડ સમાજ દ્વારા આગામી રવિવારે વિદ્યાર્થી-વ્યક્તિવિશેષનો સન્માન સમારોહ

મહંતશ્રી શિવપુરીજી મહારાજ મેમો. એજ્યુ. ટ્રસ્ટ તથા

જામનગર તા. ૧પઃ તારીખ ૧૭-૧ર-ર૦ર૩ ને રવિવારના જામનગર જિલ્લા ભરવાડ સમાજ અને મહંતશ્રી શિવપુરીજી મહારાજ મેમોરિયલ એજ્યુ. ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે વિદ્યાર્થી સન્માન, નવનિયુક્ત સરકારી કર્મચારી, શૈક્ષણિક અને કારકિર્દી, વ્યક્તિ વિશેષશ્રીઓનો સન્માન સમારોહ સમગ્ર ભરવાડ સમાજના પ.પૂ. ૧૦૦૮, મહામંડલેશ્વર ઘનશ્યામપુરીજી મહારાજ-થરા તથા પ.પૂ. ધર્મભૂષણ રાજેન્દ્રદાસબાપુ-તોરણિયાધામ અને પૂ. બાલારામ ભગત-બેડ (દ્વારકા), જેવા સંતો-મહંતોનો આશીર્વચન સાથે યોજાનાર છે.

આ પ્રતિભા સન્માનનું વિશેષ મહત્ત્વ અને સમગ્ર ભરવાડ સમાજનું આકર્ષણનું કેન્દ્ર તાજેતરમાં જ ઝાઝાવડા દેવની જગ્યા-થરામાં યોજાયેલ પંચામૃત મહોત્સવ, ૩૦૦૧ દીકરીઓના સમૂહલગ્નના આયોજક અને દાતાશ્રી એવા બેચરભાઈ તેજાભાઈ ગમારા (અમદાવાદ) નું વિશેષ સમાજરત્ન તરીકેનું ભવ્ય સન્માન થશે અને સમગ્ર ભરવાડ સમાજને બિરદાવવા માટે રાઘવજીભાઈ પટેલ-કૃષિમંત્રી, મૂળુભાઈ બેરા-વન-પર્યાવરણ અને પ્રવાસન મંત્રી અને જામનગર જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી મયબેન ગરસરની હાજર રહેશે.

માતૃશ્રી બેનાબેન એચ. ભરવાડ કન્યા છાત્રાલય-નાઘેડી જામનગરના આંગણે કાર્યક્રમ યોજાનાર છે, ત્યારે ભરવાડ સમાજની સંસ્થાએ ભરવાડ સમાજના ભામાશા ગોરધનભાઈ સરસિયા (ઉદ્યોગપતિશ્રી-સુરત) અને ખીમજીભાઈ મકવાણા (ઉદ્યોગપતિશ્રી-રાજકોટ) પણ હાજર રહી આયોજકોના ઉત્સાહમાં વધારો કરવાના છે.

કાર્યક્રમને સફળ બનાવવા માટે જામનગર જિલ્લા ભરવાડ સમાજ ટ્રસ્ટ અને મહંતશ્રી શિવપુરીજી મહારાજ મેમોરિયલ એજ્યુ. ટ્રસ્ટના ટ્રસ્ટીઓ સર્વશ્રી વિરમ વકાતર, મછાભાઈ ઠૂંગા, અજાભાઈ બાંભવા, લિંબાભાઈ ગમારા, સુરેશભાઈ બાંભવા, કરણભાઈ જુંજા તથા જગદીશભાઈ બાંભવા, વિરમભાઈ મુંધવા, ધીરૃભાઈ બાંભવા, ભાવેશભાઈ ઠૂંગા, માછાભાઈ બાંભવા જહેમત ઊઠાવી રહ્યા છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh