Advertisement
Author: નોબત સમાચાર

લાલપુર તાલુકાના ઝાંખરમાં કેબિનેટ મંત્રીની અધ્યક્ષતામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા યોજાઈ

અનેક લાભાર્થીઓ વિવિધ યોજનાઓથી લાભાન્વિતઃ પૂનમબેન માડમ

જામનગર તા. ૧૫ઃ રાજ્યના પ્રવાસન મંત્રી મૂળુભાઈ બેરાના અધ્યક્ષસ્થાને જામનગર જિલ્લામાં લાલપુર તાલુકાના ઝાંખર ગામમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં સાંસદ પૂનમબેન માડમે જણાવ્યું હતું કે, 'સમગ્ર દેશમાં અનેક લાભાર્થીઓ વિવિધ સરકારી યોજનાઓથી લાભાન્વિત બની રહ્યા છે. ઘરે ઘરે 'મોદીજીની ગેરેન્ટીવાળી ગાડી' પહોંચી રહી છે, અને બાળકોથી શરૃ કરીને વરિષ્ઠ નાગરિકો આ યાત્રામાં ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા છે. વર્ષ ર૦૪૭ સુધીમાં વિકસિત ભારતનું સપનું સૌએ ભેગા મળીને સાકાર કરવાનું છે.'

ઉલ્લેખનિય છે કે, કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી વર્ચ્યુઅલ માધ્યમ થકી દેશભરના નાગરિકો સાથે જોડાયા હતાં તેમજ દેશભરમાંથી વિવિધ યોજનાઓના લાભાર્થીઓ સાથે સીધો સંવાદ કર્યો હતો.

કાર્યક્રમમાં ઝાંખર પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ દ્વારા 'ધરતી કરે પુકાર-પ્રાકૃતિક કૃષિ' વિષય પરનું નાટક રજૂ કરવામાં આવ્યું હતું. સરકારની વિવિધ યોજનાઓની જાણકારી આપતી વિકસિત ભારત સંકલ્પ યાત્રા ફિલ્મનું પ્રસારણ કરવામાં આવ્યું હતું. ઉપરાંત, મંચસ્થ મહાનુભાવોના હસ્તે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, પ્રધાનમંત્રી ઉજ્જવલ્લા યોજના, શ્રમિક અન્નપૂર્ણા યોજના અને અન્ય યોજનાઓના લાભાર્થીઓને મંજુરી પત્રોનું વિતરણ કરવામાં આવ્યું હતું.

ઉક્ત કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર બી.એ. શાહ લાલપુર પ્રાંત અધિકારી અસવાર, લાલપુર તાલુકા વિકાસ અધિકારી પંકજ મહેતા, લાલપુર તાલુકા પંચાયત પ્રમુખ પ્રવિણસિંહ જાડેજા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. ભાયા, દિલીપભાઈ ભોજાણી, આજુબાજુના ગામોના પધારેલા અગ્રણીઓ, લાભાર્થીઓ તેમજ બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતાં.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh