Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના બાર એસો.ના હોદ્દેદારોની વરણી માટે કરાયું મતદાન

બપોર સુધીમાં ૪૦ ટકા મતદાનઃ વર્તમાન પ્રમુખ સહિતના ત્રણ ઉમેદવારો વચ્ચે કાંટે કી ટક્કરઃ સાંજે હાથ ધરાશે મતગણતરીઃ

જામનગરના બાર એસોસિએશનના નવા વર્ષના પ્રમુખ સહિતના હોદ્દેદારોની વરણી માટે આજે જામનગરના ન્યાયાલયમાં આવેલા વકીલ મિત્રોના બેઠકખંડમાં મતદાન યોજવામાં આવ્યું છે. આજે સવારે નવ વાગ્યાથી શરૃ થયેલા મતદાનમાં બપોરે એક વાગ્યા સુધીમાં ચાળીસેક ટકા જેટલું મતદાન નોંધાયું છે. જામનગર બાર એસો.ના નોંધાયેલા સભ્યોમાંથી ૧૨૧૮ સભ્યો મતદાન કરવા માટે ઉત્સુક હતા. આ વખતે પ્રમુખપદ માટે ત્રણ એડવોકેટ્સે દાવેદારી કરી હતી. વર્તમાન પ્રમુખ સહિતના ત્રણ ઉમેદવારો આ વખતે ચૂંટણીજંગમાં છે. ફોર્મ પરત ખેંચવા સહિતની ચૂંટણીની પ્રક્રિયા પૂર્ણ થયા પછી આખરી ઉમેદવારોની યાદી જાહેર થઈ હતી તેના પગલે છેલ્લા એક સપ્તાહથી ઉમેદવારો દ્વારા પ્રચાર કાર્ય આરંભાયું હતું. તે પછી આજ સવારથી મતદાન શરૃ થયું હતું. જેમાં વકીલ મિત્રોએ ઉત્સાહભેર જોડાઈને મતદાન કર્યું હતું. પાંચ વાગ્યે મતદાન પૂર્ણ થયા પછી મોડીસાંજે મતગણતરી હાથ ધરાશે અને ચૂંંટાયેલા હોદ્દેદારોના નામની જાહેરાત થશે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh