Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
૧૮૦ જેટલા વિદ્યાર્થીઓને ટી.બી. અંગે જરૃરી તાલીમ અપાઈઃ
વર્ષ ર૦રપ સુધીમાં ટી.બી.ને દેશમાંથી નાબૂદ કરવાની પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની નેમને સાકાર કરવા ટી.બી.ના નેશનલ પ્રોગ્રામની કામગીરી વખતોવખત આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવે છે. આ કાર્યક્રમના ભાગરૃપે શ્રી એમ.પી. શાહ સરકારી મેડિકલ કોલેજના તમામ તબીબી શિક્ષકો અને વિદ્યાર્થીઓને તાલીમબદ્ધ કરવામાં હેતુસર સમયાંતરે આ માટેની વિશેષ તાલીમનું આયોજન શ્રી એમ.પી. શાહ સરકારી મેડિકલ કોલેજ જામનગરમાં યોજવામાં આવે છે, જે અંતર્ગત સંસ્થાના પ્રથમ વર્ષના તમામ પોસ્ટ ગ્રેજ્યુએટના ૧૮૦ જેટલા વિદ્યાર્થીઓને ટી.બી. લગત તમામ જરૃરી તાલીમ શ્રી એમ.પી. શાહ સરકારી કોલેજના રેસ્પીરેટરી મેડીસિન વિભાગ અને ડીટીસી (ડીસ્ટ્રીક્ટ ટીબી સેન્ટર) ના સંયોજનમાં આપવામાં આવી હતી. જેમાં તબીબી વિદ્યાર્થીઓને ટીબીને લગતી તમામ પ્રકારની માહિતીથી વાકેફ કરવાયા હતાં. આ તાલીમમાં ટીબી બીમારી વિશેના તજજ્ઞોએ વિદ્યાર્થીઓને ઉચિત માર્ગદર્શન આપ્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial