Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બોટાદના યુવાન દ્વારકા દર્શનાર્થે આવ્યા હતાઃ
જામનગર તા. ૧૫ઃ જામનગરના પવનચક્કી વિસ્તારમાંથી સપ્તાહ પહેલાં એક વેપારીનો મોબાઈલ કોઈ શખ્સ નજર ચૂકાવી તફડાવી ગયો છે. જ્યારે દ્વારકા દર્શનાર્થે આવેલા બોટાદના એક યુવાનનો મોબાઈલ ગોમતીઘાટ પરથી સેરવાઈ ગયો છે.
જામનગરના શંકરટેકરી વિસ્તારમાં મંદિર પાસે રહેતા સુરેશભાઈ વલ્લભભાઈ વશીયર નામના વેપારી ગઈ તા.૬ની રાત્રે પવનચક્કી નજીક પેટ્રોલ પંપ પાસે હતા ત્યારે તેમનો વીવો કંપનીનો રૃા.૧૦ હજારની કિંમતનો મોબાઈલ કોઈ શખ્સ નજર ચૂકાવીને ઉઠાવી ગયો હતો. સુરેશભાઈએ સિટી-એ ડિવિઝનમાં ફરિયાદ કરી છે.
બોટાદ શહેરમાં માધવ દર્શન સોસાયટીમાં રહેતા અને હીરા ઘસવાનું કામ કરતા વિપુલભાઈ ઠાકરશીભાઈ સાકરીયા તથા તેમના પત્ની ચારેક દિવસ પહેલા દ્વારકા દર્શનાર્થે આવ્યા હતા. તેઓ સાંજે છએક વાગ્યે જ્યારે ગોમતીઘાટ પાસે હતા ત્યારે ત્યાં રહેલી ભીડનો લાભ ઉઠાવી કોઈ શખ્સે વિપુલભાઈનો રૃા.૧૯ હજારની કિંમતનો સેમસંગ કંપનીનો મોબાઈલ સેરવી લીધો હતો. જેની એકાદ કલાક પછી જાણ થતાં વિપુલભાઈએ શોધ કરી હતી પરંતુ મોબાઈલ મળ્યો ન હતો. આથી તેઓએ પણ પોતાનો મોબાઈલ ઉઠાવી જનાર અજાણ્યા શખ્સ સામે દ્વારકા પોલીસમાં ફરિયાદ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial