Advertisement
Author: નોબત સમાચાર

મયુરનગરના યુવાન થયા ગુમ

મોટાભાઈએ પોલીસમાં જાણ કરીઃ

જામનગર તા. ૧૫ઃ જામનગરના મયુરનગર વામ્બે આવાસમાં રહેતા અને શાકભાજી વેચવાનો વ્યવસાય કરતા એક યુવાન બે દિવસ પહેલા તંબોલી ભવન આવાસ પાસેથી લાપત્તા બન્યાની તેમના ભાઈએ પોલીસને જાણ કરી છે.

જામનગરના ખોડિયાર કોલોની વિસ્તારથી આગળ આવેલા મયુરનગર વામ્બે આવાસમાં રહેતા અને શાકભાજી વેચવાનો વ્યવસાય કરતા રવિભાઈ વાલાભાઈ બારોટ (ઉ.વ.૩૦) નામના યુવાન ગઈ તા.૧૦ની સવારે નિલકમલ સોસાયટી નજીકના ગોલ્ડન સિટી સામે તંબોલી ભવન આવાસમાં વસવાટ કરતા અને કલરકામનો વ્યવસાય કરતા પોતાના ભાઈ અશોકભાઈ બારોટને ત્યાં આવ્યા હતા.

ત્યાંથી આ યુવાન ક્યાંક ચાલ્યા ગયા છે. તેની શોધખોળ કરાયા પછી ગઈકાલે અશોકભાઈ બારોટે પોતાના ભાઈ લાપત્તા બન્યાની પોલીસને જાણ કરી છે. પોલીસે આ યુવાનનું વર્ણન તેમજ ફોટો અને અન્ય વિગતો મેળવી તપાસ હાથ ધરી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh