Advertisement
Author: નોબત સમાચાર

ડુંગળીની નિકાસ પર પ્રતિબંધના સરકારના નિર્ણય સામે આક્રોશ

કિસાન કોંગ્રેસ નેતા પાલભાઈ આંબલીયાએ ભાજપ સરકાર ખેડૂત વિરોધી હોવાનું જણાવ્યું

ખંભાળીયા તા. ૧પઃ સરકારે તાજેતરમાં ડુંગળીના ભાવ ઉંચા ગયા ત્યારે નિકાસબંધી કરતા ખેડૂત વિરોધી સરકાર કહીને કેન્દ્ર સરકાર પર ગુજરાત કિસાન કોંગ્રેસ પાલભાઈ આંબલીયાએ ઉગ્ર આક્રોશ વ્યકત કર્યો છે.

સરકારના ખાવવાના અને દેખાડવાના દાંત અલગ હોય, સરકાર ખેડૂત વિરોધી હોય તેમ અગાઉ ર૦રર માં ખેડૂતોની આવક ડબલ કરવાનું જણાવેલ પણ અડધી થઈ ગઈ છે.

જ્યારે જ્યારે ખેત ઉત્પાદનોના ભાવો વધારે આવે ત્યારે સરકાર હરકતમાં આવી છે. હાલ ડુંગળીના ભાવ સારા હતા તો નિકાસ બંધી કરી છે !! ગયા વર્ષે જ્યારે કપાસના ભાવ સારા થયા ત્યારે સરકારે નિકાસબંધી કરી હતી. જ્યારે તુવેરના ભાવ સારા હતા ત્યારે સરકારે બર્માથી તુવેર આયાત કરી હતી. ગયા વર્ષે ઘઉંના ભાવ સારા હતા ત્યારે સરકારે પોતાના ગોડાઉનના ઘઉં માર્કેટમાં મુકયા હતાં. ર૦ર૧-રર માં કઠોળના ભાવ વધ્યા ત્યારે પણ સરકારે આયાત કરી હતી અને ર૦-ર૧ માં ખેડૂતોની ડુંગળી બજારમાં આવવાની હતી ત્યારે પાંચ લાખ ટન ડુંગળીની આયાત કરી હતી તેમણે સરકારના ખેડૂત વિરોધી પગલાની ટીકા કરી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh