Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સાથીદારોના મોબાઈલ ફોન સળગાવી નાંખનાર અને
નવી દિલ્હી તા. ૧પઃ સમગ્ર દેશમાં હાહાકાર મચાવી દેનાર સંસદની સુરક્ષા ભંગની ઘટનાના માસ્ટર માઈન્ડ લલિત ઝાએ દિલ્હી પોલીસ સમક્ષ સરન્ડર થઈ હાજર થતાં દિલ્હી પોલીસે તેની ધરપકડ કરી આકરી પૂછપરછ સાથે કાર્યવાહી હાથ ધરી છે.
સંસદમાં સ્મોક બોમ્બ એટેકની ઘટનાના મુખ્ય માસ્ટર માઈન્ડ લલિત ઝાએ રાજસ્થાનના કુચામન પહોંચ્યા પછી તેના મિત્ર મહેશ સાથે મળીને તમામ સાથીદારોના મોબાઈલ ફોન સળગાવી નાંખ્યા હતાં.
સંસદની ઘટના સમયે લલિત ઝા પોતાના મોબાઈલમાંથી વીડિયો શૂટિંગ કરતો હોવાનું પણ જાણવા મળે છે. ઘટના પહેલા ચારેય આરોપીઓએ તેમના મોબાઈલ ફોન લલિતને આપી દીધા હતાં. આ લોકોને પોલીસ પકડી લેશે તેવી આશંકા હતી. મહેશે માસ્ટર માઈન્ડ લલિતને આશ્રય આપ્યો હતો. મહેશે કુચામનમાં લલિતને એક રૃમ અપાવ્યો હતો.
દિલ્હી પોલીસના જણાવ્યા પ્રમાણે લલિત ઝા સામેથી જ પોલીસ મથકમાં આવી સરન્ડર થયો હતો.
આ દરમિયાન સંસદની સુરક્ષા ભંગની ઘટના સંદર્ભમાં પોલીસે ઝડપેલા આરોપીઓ મનોરંજન, સાગર શર્મા, અમોલ શિંદે તથા નિલમને કોર્ટમાં રજૂ કરી સાત દિવસના રિમાન્ડ પર લીધા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial