Advertisement
Author: નોબત સમાચાર

ઉત્તરપ્રદેશના મહિલા ન્યાયમૂર્તિએ ઈચ્છા મૃત્યુની સુપ્રિમ કોર્ટ પાસે પરવાનગી માગી

ખળભળાટ મચ્યોઃ દોઢ વર્ષ પહેલાં યૌનશોષણ થયાનો મહિલા જજનો આક્ષેપઃ

નવી દિલ્હી તા. ૧૫ઃ ઉત્તરપ્રદેશના એક મહિલા ન્યાયમૂર્તિ સાથે દોઢેક વર્ષ પહેલાં થયેલા યૌનશોષણના મામલામાં કોઈ કાનૂની પ્રક્રિયા ન થતાં આખરે નાસીપાસ થયેલા આ મહિલા જજે ઈચ્છામૃત્યુની પરવાનગી માગતો પત્ર દેશની સર્વોચ્ચ અદાલતમાં રજૂ કરતા ખળભળાટ મચ્યો છે. સુપ્રિમ કોર્ટે અલ્હાબાદ હાઈકોર્ટનો સ્ટેટસ રિપોર્ટ માગ્યો છે. આ મામલો સોશિયલ મીડિયામાં  ચગ્યો છે.

ઉત્તરપ્રદેશના એક જિલ્લામાં સિવિલ કોર્ટના ન્યાયમૂર્તિ તરીકે ફરજ બજાવતા મહિલા જજે દેશની સર્વોચ્ચ અદાલતમાં પત્ર રજૂ કરી ઈચ્છામૃત્યુની પરવાનગી માગતા ખળભળાટ મચી ગયો છે. તેઓએ પત્રમાં સુપ્રિમ કોર્ટના ચીફ જસ્ટિસને જણાવ્યું છે કે, તેમની સાથે મોટો અન્યાય થયો છે. દોઢેક વર્ષ પહેલાં તેઓને કેટલાક સાથીઓએ રાત્રિના સમયે સાથે આવવા દબાણ કર્યું હતું.

ત્યારપછી આ મહિલા જજનું શારીરિક તથા માનસિક શોષણ કરવામાં આવ્યું હતું. અત્યંત ડઘાઈ ગયેલા મહિલા જજે જે તે વખતે ન્યાયની ગુહાર લગાવી હતી પરંતુ હજુ સુધી તેમને ન્યાય મળ્યો નથી.

આ મહિલા જજે વર્ષ ૨૦૨૨માં અલ્હાબાદ હાઈકોર્ટમાં પોતાની સાથે થયેલા અન્યાય અંગે ફરિયાદ કરી હતી પરંતુ ન્યાય પ્રાપ્ત થયો ન હતો. તેઓની ફરિયાદના મામલે કાર્યવાહી કરાઈ ન હતી અને કોઈએ તેમના કેસમાં રસ દાખવ્યો ન હતો. હાઈકોર્ટમાં થયેલી સુનાવણી માત્ર આઠ સેકન્ડમાં પૂર્ણ કરી લેવાઈ હતી અને મામલો બરતરફ કરાયો હતો.

આવી રીતે જ્યારે ન્યાય કરનાર ન્યાયમૂર્તિ જ જો ન્યાયથી વંચિત રહેતા હોય તો સામાન્ય નાગરિકનું શું થતું હતું? તેવા સંદેશા સોશિયલ મીડિયા પર વહેતા થયા છે. દોઢ વર્ષ પહેલાં પોતાની સાથે થયેલા યૌનશોષણના શિકાર મહિલાએ આખરે કંટાળીને સુપ્રિમ કોર્ટ સમક્ષ ઈચ્છામૃત્યુની પરવાનગી માગી છે. તે પત્ર રજૂ થતાં જ સીજેઆઈ ડી.વાય. ચત્રચૂર હરકતમાં આવ્યા છે. તેઓએ અલ્હાબાદ હાઈકોર્ટ પાસે આ કેસના સ્ટેટસનો રિપોર્ટ માગ્યો છે. તેના પગલે સુપ્રિમ કોર્ટના સેક્રેટરી જનરલ દ્વારા અલ્હાબાદ હાઈકોર્ટ પાસે સ્ટેટસ રિપોર્ટ મગાતા આ પ્રકરણ પુનઃ ચર્ચામાં આવ્યું છે.

આ મહિલા જજ સાથે વર્ષ ૨૦૨૨ના સપ્ટેમ્બર મહિનામાં ઉપરોક્ત ઘટના બની હતી. તે પછી તેઓએ ન્યાય માટે ૧૦૦૦થી વધુ મેઈલ કર્યા છે. તેમ છતાં તેમને ન્યાય પ્રાપ્ત થયો નથી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh