Advertisement
Author: નોબત સમાચાર

વીજ કંપનીનો લેણી રકમનો દાવો રદ્દ

દાવાને સમય મર્યાદાનો નડ્યો બાધઃ

જામનગર તા. ૧૫ઃ જામનગરના એક કારખાનેદાર સામે વીજ ચેકીંગ અંગેની લેણી રકમ વસૂલવા માટે વીજ કંપનીએ અદાલતમાં દાવો નોંધાવ્યો હતો. તે દાવો અદાલતે ખર્ચ સાથે રદ્દ કર્યાે છે.

જામનગરમાં રેઈન્બો પ્લાસ્ટિક ઈન્ડસ્ટ્રીઝ નામનું કારખાનુ ચલાવતા શાંતિલાલ કેશવજી શાહ સામે વીજ મીટરમાં ચેડા સંબંધે લેણી રકમ વસૂલવા વીજ કંપનીએ અદાલતમાં દાવો નોંધાવ્યો હતો. તે દાવાની નોટિસ મળતા શાંતિલાલ શાહે જવાબ રજૂ કર્યાે હતો.

તેઓએ જણાવ્યા મુજબ તેમનું જોડાણ વર્ષ ૨૦૦૧થી બંધ છે તેમ છતાં તેમને ખોટું બીલ આપવામાં આવ્યું છે. ચેકીંગ વખતે વીજચોરી ન હતી તેમ છતાં બીલ અપાયું છે અને તે પછી બે વર્ષે દાવો દાખલ કરવામાં આવ્યો છે. અદાલતે બંને પક્ષની દલીલો સાંભળ્યા પછી દાવાને સમય મર્યાદાનો બાધ નડે છે તેમ સ્વીકારી વીજ કંપનીનો દાવો રદ્દ કરવામાં આવ્યો છે. પ્રતિવાદી તરફથી વકીલ વસંત ગોરી, દીપક નાનાણી, નેહલ સંંચાણીયા રોકાયા હતા.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh