Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રેલવે સેફ્ટીમાં ઉત્કૃષ્ટ કામગીરી બદલ
રાજકોટ તા. ૧૫ઃ રેલવે સેફ્ટીમાં ઉત્કૃષ્ટ કામગીરી બદલ રાજકોટ ડિવિઝનના સાત કર્મચારીઓને રાજકોટ ડિવિઝન રેલવે મેનેજર અશ્વનિકુમાર દ્વારા પ્રશસ્તિપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતાં.
આ કર્મચારીઓને ઓગસ્ટ-સપ્ટેમ્બર અને ઓક્ટોબર-ર૦ર૩ મહિનામાં રેલવે સેફ્ટીમાં શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ આ પુરસ્કાર આપવામાં આવ્યો છે. એવોર્ડ મેળવનાર કર્મચારીઓમાં ભરત વી. (પોઈન્ટ્સ મેન, વણી રોડ), દિપક શર્મા (લોકો પાઈલટ્સ ગુડ્સ, હાપા), અશોક કુમાર (ગેટ મેન, એન્જિનિયરીંગ ગેટ નંબર ર૪ લખતર), ગુરવિન્દર સિંઘ, (ગેટ મેન, એન્જિનિયરીંગ ગેટ નં. ૭૫, પરા પીપલીયા), આર.કે. શર્મા (લોકો પાઈલટ ગુડ્સ, હાપા), નવધન હીરા ગેટ મેન (એન્જિનિયરીંગ ગેટ નંબર ૧૬, ભાસ્કરપરા) અને દિલરાજ મીના (સ્ટેશન માસ્તર થાન) તકેદારી અને સતર્કતા સાથે કામ કરીને આ રેલવે કર્મચારીઓએ સંભવિત રેલવે અકસ્માતોને રોકવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે. જેમાં ટ્રેનોમાં અસામાન્ય અવાજો જોવો, બોગીના બીમ પર તિરાડ જોવી, સ્પાર્કિંગ જોવું, ધૂમાડો જોવો, લટકતા ભાગો અને બ્રેક બ્લોક જામની નોંધ લેવી જેવી ઘટનાઓનો સમાવેશ થાય છે. તેમની સતર્કતાને કારણે સંભવિત અકસ્માતો ટળી ગયા હતાં.
આ પ્રસંગે રાજકોટ ડિવિઝનના એડિશનલ ડિવિઝનલ રેલવે મેનેજર કૌશલ કુમાર ચૌબે, સિનિયર ડિવિઝનલ સેફ્ટી ઓફિસર એન.આર. મીના, સિનિયર ડિવિઝનલ ઓપરેશન મેનેજર રમેશચંદ મીણા, સિનિયર ડિવિઝનલ એન્જિનિયર (સંકલન) ઈન્દ્રજીત સિંઘ અને સિનિયર ડિવિઝનલ એન્જિનયર (ટ્રેક્શન) મીઠાલાલ મીણા ઉપસ્થિત રહ્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial