Advertisement
Author: નોબત સમાચાર

નગરમાંથી ચોરાઉ મોબાઈલ સાથે નેપાળી શખ્સ એલસીબીના સકંજામાં

રૃા.૨૮ હજારનો મોબાઈલ લેવાયો કબજેઃ

જામનગર તા. ૧૫ઃ જામનગરના રણજીતસાગર રોડ પર મારૃ કંસારા વાડી પાસેથી ગઈકાલે એલસીબીએ એક નેપાળી શખ્સને રૃા.૨૮ હજારના ચોરાઉ મોબાઈલ સાથે પકડી પાડ્યો છે.

જામનગરના રણજીત સાગર રોડ પર ગઈકાલે એલસીબીના સ્ટાફ દ્વારા કરવામાં આવી રહેલા પેટ્રોલિંગમાં ધર્મેન્દ્રસિંહ, કિશોર પરમાર, કલ્પેશ મૈયડને બાતમી મળી હતી કે, એક શખ્સ પાસે ચોરાઉ મોબાઈલ છે. તે બાતમીથી પીઆઈ જે.વી. ચૌધરીને વાકેફ કરાયા પછી એલસીબી સ્ટાફે મારૃ કંસારા વાડી પાસેથી રતન બહાદુર થાપા નામના નેપાળી શખ્સને અટકાયતમાં લેવાયો હતો.

નેપાળના અચ્છામ જિલ્લાના દરના ગામના વતની અને હાલમાં રણજીતસાગર રોડ પર યુવા પાર્કમાં રહેતા આ શખ્સની તલાશી લેવાતા તેના કબજામાંથી સેમસંગ કંપનીનો રૃા.૨૮ હજારની કિંમતનો મોબાઈલ મળી આવ્યો હતો. તે મોબાઈલના બીલ, આધારની માગણી કરાતા આ શખ્સે તે મોબાઈલ ચોરી કર્યાની કબૂલાત આપી છે. આરોપીની મોબાઈલ સાથે સિટી-એ ડિવિઝન પોલીસને સોંપણી કરવામાં આવી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh