Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
૧પપ૮ દર્દીઓનું ઓરલ હેલ્થ ચેકઅપમાં દેશમાં પ્રથમઃ
જામનગર તા. ૧પઃ ઈન્ડિયન સોસાયટી ઓફ પેરીઓડોંટોલોજી વર્લ્ડ ઓરલ હેલ્થ ડેની ઉજવણીના ભાગરૃપે ૧૦ દિવસ સુધી દેશભરની ડેન્ટલ કોલેજોમાં વિવિધ સ્પર્ધાઓ જેવી કે રંગોળી, ક્વિઝ, સ્કિઋટ, પોસ્ટર, ટી શર્ટ પેઈન્ટીંગ, ફ્લેશ મોબ્સ, ડેન્ટલ ચેકઅપ અને સ્કિનિંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધાઓમાં દેશભરની ૧૪૮ થી વધારે ડેન્ટલ કોલેજોએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં જામનગરની ગવર્મેન્ટ ડેન્ટલ અને હોસ્પિટલના ડોક્ટર સ્ટાફ તથા અભ્યાસ કરતા યુજી પીજીના વિદ્યાર્થીઓ દ્વારા પણ ડિન ડો. નયના પટેલના માર્ગદર્શન હેઠળ વિશ્વ ઓરલ હેલ્થ દિવસની ઉજવણી કરવામાં આવી હતી અને ઈન્ડિયન સોસાયટી ઓફ પેરીઓડોંટોલોજી (આઈએસપી) દ્વારા આયોજિત સ્પર્ધાઓમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધોહતો. આયોજિત સ્પર્ધાઓમાંથી ડેન્ટલ ચેકઅપ અને સ્ક્રીનિંગ કેમ્પ સ્પર્ધામાં ગવર્મેન્ટ ડેન્ટલ કોલેજ અને હોસ્પિટલના પઢા વિભાગ દ્વારા કુલ ૧પપ૮ દર્દીઓનું ઓરલ હેલ્થ ચેકઅપ કરી, દેશભરની ડેન્ટલ કોલેજોમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી જામનગરનું ગૌરવ વધાર્યું છે. જે અનુસંધાને તાજેતરમાં અમૃતસરમાં આયોજિત ઈન્ડિયન સોસાયટી ઓફ પેરીઓડોંટોલોજીની વાર્ષિક નેશનલ કોન્ફરન્સમાં જામનગરની ગવર્મેન્ટ ડેન્ટલ કોલેજ અને હોસ્પિટલના પેઢા વિભાગની ટીમ ડો. નયના પટેલ, ડો. રાધા વાછાણી, ડો. નિશા વર્લિવાની, ડો. ગૌરવ બકુત્રા, ડો. અંકતિ સંત, ડો. વશીષ્ઠ વ્યાસ, ડો. જલ્પક શુક્લા, ડો. ઉમેદ ચેતરિયા તથા પોસ્ટ ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓને પ્રશસ્તિપત્ર અને પારિતોષિક એનાયત કરી સન્માન કરવામાં આવ્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial