Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સાંસદ, મંત્રી, આગેવાનોની રજૂઆતો ફળીઃ
ખંભાળિયા તા. ૧૫ઃ ખંભાળિયામાં ભંગાર ખાડાવાળો રેલવે સ્ટેશન રોડ ખોદીને નવો બનાવવાનું શરૃ થતાં લોકોમાં રાહત સાથે આનંદ ફેલાવા પામ્યો છે.
ખંભાળિયા શહેરમાં નગર ગેઈટથી રેલવે સ્ટેશનવાળો રસ્તો અનેક વખત નવો તથા રીપેરીંગ થવા છતાં તથા એક વખત અડધો ડામર અને અડધો સીસી રોડ બન્યા પછી પણ ખૂબ જ ભંગાર અને ખાડાવાળો હોય, આ ખાડાવાળા રસ્તા પર ખોદીને નવો સી.સી. રોડ બનાવવાની માંગ સાથે સાંસદ પૂનમબેન માડમ તથા રાજ્યમંત્રી મૂળુભાઈ બેરા તથા સ્થાનિક અગ્રણીઓની સફળ રજૂઆતોથી ૧૪૦ કરોડ રાજ્ય સરકારે ખાસ ગ્રાન્ટ મંજુર કરતા પાલિકાએ કોન્ટ્રાક્ટ મંજુર કરતા કોન્ટ્રાક્ટર દ્વારા નગર ગેઈટથી સ્ટેશન રોડ ખોદીને નવો બનાવવાની કામગીરી શરૃ કરવામાં આવી છે.
આ રસ્તા પર બે-ત્રણ વખત રોડ ઉપર રોડ બનતા રોડ એટલો ઊંચો થઈ ગયેલો કે પાળેશ્વર રોડ તથા નગરગેઈટ પાસે અનેક દુકાનદારોની દુકાનોમાં ચોમાસામાં પાણી ઘૂસી જતા હતાં પણ રસ્તો ખોદીને નવો બનાવવાનું શરૃ થતાં લોકોમાં રાહત થઈ છે.
આ રસ્તો અગાઉ સી.સી. રોડ બનાવવાનું મંજુુર ના થયેલુ જે પછી પ્રાદેશિક ન.પા. નિયામક ધીમંતકુમાર વ્યાસે મંજુર કરતા આ રોડ ૧.૩૦ કરોડ ઉપરાંતના ખર્ચે નવો રોડ બનશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial