Advertisement
Author: નોબત સમાચાર

ખંભાળીયા તાલુકાના કેશોદ ગામમાં વિવિધ સુવિધાઓ સાથેની ગૌશાળાને ખુલ્લી મુકાઈ

ગામના સરપંચ-અગ્રણી દ્વારા ગૌશાળાનું નિર્માણઃ

ખંભાળીયા તા. ૧પઃ તાજેતરમાં ખંભાળીયા તાલુકાના કેશોદ  ગામે સુવિધા યુકત ગૌશાળાનું નિર્માણ કરીને આ સુવિધા ખુલ્લી મુકવામાં આવી હતી. સરપંચ શ્રીમતી ડેર તથા અગ્રણી કશ્યપભાઈ ડેર તથા તેમની ટીમ દ્વારા રાષ્ટ્રીય આદર્શ ગામ કેશોદમાં બનાવાયેલ ગૌશાળામાં સુંદર આકર્ષક પ્રવેશ દ્વાર આપી ગૌશાળામાં મ્યુઝીક સિસ્ટમ, પંદર પંખાઓ, ૪૦૦૦ ફૂટનો એક તથા ૩૦૦૦ ફૂટનો બીજો શેડ, પીવાના પાણી માટે અંદર તથા બહાર અવેડા, પશુને ખાવા માટે અનૂકુળ થાય તેવી ગમાણો, ઘાસ કાપવાના મશીનો, ઘાસનું ગોડાઉન તથા સુંદર દરવાજા તથા સમગ્ર ગૌશાળાને આકર્ષક કલાકામ કરીને ખુલ્લી મૂકવામાં આવી હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh