Advertisement
Author: નોબત સમાચાર

સૂર્ય નમસ્કાર સ્પર્ધામાં ભાગ લેવા માટેના નિયમો

સૂર્ય નમસ્કાર અભિયાનઃ

જામનગર તા.૧પઃ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ, ગાંધીનગર અને રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ સમગ્ર રાજ્યમાં સૂર્ય નમસ્કાર મહા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્પર્ધામાં ભાગ લેવા માટે જિલ્લા રમત ગમત વિકાસ અધિકારીની કચેરી દ્વારા નિયમોની સૂચિ જાહેર કરવામાં આવી છે.

જે મુજબ, આ એક વ્યક્તિગત સ્પર્ધા છે, જેમાં સ્પર્ધકોએ સૂર્યનમસ્કારમાં ૧ર સ્ટેપ્સ રજૂ કરવાના રહેશે. સ્પર્ધકે કોઈ પણ કટ વિનાના અને અપારદર્શક-બંધ ગળાના વસ્ત્રો પહેરવાના રહેશે. સૂર્યનમસ્કાર કરતા સમયે સ્પર્ધકની શ્વાસ-પ્રશ્વાસની સ્થિતિ, દરેક આસનમાં સ્થિસ્તા અને હાવ-ભાવનું અવલોકન કરવામાં આવશે. શાળાઓએ તેમનું રજીસ્ટ્રેશન શાળા વાઈઝ કરાવવાનું રહેશે. રજીસ્ટ્રેશન એક જ વખત એક જ મોબાઈલ નંબર ઉપરથી કરવાનું રહેશે. સ્પર્ધક કોઈપણ પ્રકારના મ્યુઝિકનો ઉપયોગ કરી શકશે નહીં. સ્પર્ધકે ખુદ યોગ માટેની મેટ, આસન, પટ્ટો અથવા શેતરંજી સાથે લઈને આવવાનું રહેશે. કોઈપણ પ્રકારના વિવાદ સમયે નિર્ણાયકનો નિર્ણય આખરી ગણાશે. કોઈપણ વિવાદ સમયે નિર્ણાયકના નિર્ણય સામે અપિલ ઓથોરીટી તરીકે ખાસ ફરજ પરના અધિકારીના અધ્યક્ષસ્થાને નિમાયેલી કમિટી જ આખરી નિર્ણય કરશે. જે સર્વેને બંધનકર્તા રહેશે. સ્પર્ધાના સમયે સ્પર્ધકની સાથે આવેલા નાગરિકોએ ઓડિયન્સમાં શિસ્ત જાળવવાની રહેશે.

સ્પર્ધામાં ભાગ લેવા માટે રાજ્યમાં નિવાસ કરતા અને અત્રે જ રહેઠાણ ધરાવતી વ્યક્તિ જ ભાગ લઈ શકશે. દરેક સ્પર્ધક પોતાની સાથે પોતાનું ઓરીજીનલ આધાર કાર્ય, જન્મ તારીખનો દાખલો તેમજ તેની એક નકલ સાથે રાખવાની રહેશે. આ સ્પર્ધામાં જજ તરીકે કામગીરી કરનારી વ્યક્તિ સ્પર્ધામાં ભાગ લઈ શકશે નહીં, જે-તે જિલ્લામાં રહેનારી વ્યક્તિ તેમના પોતાના જ જિલ્લાની સ્પર્ધામાં ભાગ લઈ શકશે, અને એક જ જગ્યાએ રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. દરેક સ્પર્ધકે પોતાની ક્ષમતા, શારીરિક, સ્વાસ્થ્ય અને મર્યાદાને ધ્યાનમાં લઈને સ્પર્ધામાં ભાગ લેવાનો રહેેશે. સ્પર્ધકને જો કોઈપણ હાનિ પહોંચશે તો તેની જવાબદારી જે-તે સ્પર્ધકની જ રહેશે. આ સ્પર્ધામાં  ભાગ લેતા પૂર્વે સ્પર્ધકે ફિટનેશ માટેનું બાંહેધરી પત્રક આપવાનું રહેશે. અત્રે જણાવેલા તમામ નિયમોનું જિલ્લાના તમામ સ્પર્ધકોને ખાસ નોંધ લેવા માટે જિલ્લા રમત વિકાસ અધિકારી રમા કે. મદ્રા, જામનગરની યાદીમાં જણાવાયું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh