Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
એનર્જી ટ્રાન્ઝિશન, પાવર અને પોર્ટ સેક્ટરમાં
અમદાવાદ તા. ૧પઃ એસ્સારે વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ર૦ર૪ પહેલા કુલ રૃા. પપ,૦૦૦ કરોડના રોકાણ માટે ગુજરાત સરકાર સાથે ત્રણ મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડીંગ (એમઓયુ) પર હસ્તાક્ષર કર્યા છે.
એસ્સાર રાજ્યમાં એનર્જી ટ્રાન્ઝિશન, પાવર અને પોર્ટ સેક્ટરના ક્ષેત્રમાં વ્યૂહાત્મક રોકાણ કરવાના નવા તબક્કામાં છે. આ પહેલથી ૧૦,૦૦૦ થી વધુ નોકરીની તકો ઊભી થશે.
છેલ્લા ચાર દાયકામાં એસ્સારે ગુજરાતમાં એનર્જી, મેટલ્સ અને માઈનિંગ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરમાં રૃા. ૧ લાખ કરોડથી વધુનું રોકાણ કર્યું છે. એસ્સારની ગ્રોથ સ્ટોરીમાં ગુજરાતે નિર્ણાયક ભૂમિકા ભજવી છે. મુખ્ય ઔદ્યોગિક પ્રોજેક્ટ્સમાં કંપનીના રોકાણકારોએ રાજ્યના ઔદ્યોગિક લેન્ડસ્કેપમાં વધારો કર્યો છે. જે ગુજરાત રાજ્યને રોકાણના પસંદગીના રાજ્ય તરીકે પ્રસ્થાપિત કરતો કેસ સ્ટડી છે.
એમઓયુ પર હસ્તાક્ષર અંગે એસ્સાર કેપિટલના ડિરેક્ટર પ્રશાંત રૃઈયાએ જણાવ્યું હતું કે, 'એસ્સારના વ્યૂહાત્મક રોકાણોમાં ગુજરાત રાજ્ય સતત મોખરે રહ્યું છે. ઊર્જા અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રોમાં રૃા. પપ,૦૦૦ કરોડના વધારાના રોકાણ સાથે રાજ્યની આર્થિક પ્રગતિમાં સહભાગી થવા બદલ અમને આનંદની લાગણી થાય છે.' એનર્જી ટ્રાન્ઝિશનમાં રોકાણઃ એસ્સાર એક ગીગા વોટ ગ્રીન હાઈડ્રોજન પ્રોજેક્ટ ડેવલપ કરવા માટે એમઓયુ કર્યા છે. આ પહેલમાં અંદાજે રૃા. ૩૦,૦૦૦ કરોડનું રોકાણ થશે.
પાવર જનરેશન સેક્ટરમાં રોકાણઃ એસ્સાર પાવરે તેના સલાયા પાવર પ્લાન્ટમાં બીજા તબક્કાના વિસ્તરણ માટે રૃા. ૧૬,૦૦૦ કરોડના વધારાના રોકાણની જાહેરાત કરી છે.
પોર્ટ સેક્ટરમાં રોકાણઃ એસ્સાર પોર્ટસ રૃા. ૧૦,૦૦૦ કરોડના રોકાણ સાથે તેના સલાયા પોર્ટને લોજિસ્ટિક્સ હબમાં રૃપાંતરિત કરશે. આ કરારો પર હસ્તાક્ષર ગુજરાતની બહુપક્ષીય વૃદ્ધિના માર્ગમાં એસ્સારની પ્રતિબદ્ધતા દર્શાવે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial