Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૧૫ઃ જામનગરની નવી આરટીઓ કચેરી પાસે રહેતા શ્રમિક યુવાને બાંધકામની મજૂરીએ જવું ગમતું ન હોવાના કારણે ગઈકાલે ગળાટૂંપો ખાઈ લીધો છે. જ્યારે વયોવૃદ્ધ સાસુને જમવા આવવાનું કહેવા ગયેલા પુત્રવધૂને સાસુએ ઉપવાસ હોવાનું કહેતા માઠું લાગી આવતા પુત્રવધૂએ વિષપાન કર્યું હતું. તેઓનું અઢી મહિનાની સારવાર પછી મૃત્યુ થયું છે. ઉપરાંત ગોકુલનગરમાં ભાડેથી રહેતા એક પરપ્રાંતિય યુવકે અકળ કારણથી ગળાફાંસો ખાધો છે અને કાલાવડના ભાવાભી ખીજડિયામાં યુવતીને તેના પિતાએ મોબાઈલ વાપરવાની ના પાડતા માઠું લાગવાથી યુવતીએ ઝેર પી જિંદગી ટૂંકાવી છે.
જામનગર નજીક નવી બનાવવામાં આવેલી આરટીઓ કચેરી પાસે મણીભદ્ર વીલા નજીક ઝૂંપડામાં વસવાટ કરતા મૂળ મધ્યપ્રદેશના જાંબુવા જિલ્લાના વતની રાજુભાઈ શંકરભાઈ મસાર નામના પચ્ચીસ વર્ષના આદિવાસી યુવાન નજીકમાં ચાલતા બાંધકામના એક સ્થળે મજૂરી કામ કરવા માટે જતા હતા પરંતુ તેઓને બાંધકામની મજૂરી કરવાનું ગમતું ન હતું જ્યારે બાંધકામના સ્થળે કામ પણ વધુ હતું તેથી રાજુભાઈ તણાવ અનુભવતા હતા.
તે દરમિયાન ગઈકાલે સવારે પાંચ વાગ્યાથી સાડા આઠ વાગ્યા દરમિયાન આ યુવાને પોતાના રહેણાંક ઝૂંપડામાં ગળાફાંસો ખાઈ લીધો હતો. જેની તેમના પત્ની સંગીતાબેનને જાણ થતાં તેઓએ પોલીસને વાકેફ કરી હતી. દોડી ગયેલા સિટી-સી ડિવિઝનના પીએસઆઈ એન.જે. રાવલે રાજુભાઈને ચકાસતા તેઓ મૃત્યુ પામેલા જણાઈ આવ્યા હતા. પોલીસે મૃતદેહનો કબજો સંભાળી સંગીતાબેન મસારનું નિવેદન નોંધ્યું છે.
કાલાવડ તાલુકાના ભાવાભી ખીજડિયા ગામમાં રહેતા અશોકભાઈ મુળજીભાઈ ચાવડા નામના પ્રૌઢે પોતાના પુત્રી મોનીકાબેન (ઉ.વ.૧૯)ને મોબાઈલ વાપરવાની ના પાડી હતી. તેથી આ યુવતીને માઠંુ લાગી આવ્યું હતું. બુધવારે મોનીકાબેને પોતાના ઘરે કોઈ ઝેરી દવા પી લીધી હતી. તેની જાણ થતાં પિતા સહિતના પરિવારજનોએ મોનીકાબેનને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડ્યા હતા જ્યાં આ યુવતીનું ગઈકાલે મૃત્યુ નિપજ્યું છે. પોલીસે પિતાનું નિવેદન નોંધ્યું છે.
કાલાવડ તાલુકાના પાતા મેઘપર ગામમાં રહેતા મણીબેન વલ્લભભાઈ રાઠોડ નામના પાંસઠ વર્ષના વૃદ્ધાએ ગઈ તા.૨૪ સપ્ટેમ્બરના દિને પોતાના ઘરે બાથરૃમ સાફ કરવાનું જલદ પ્રવાહી ગટગટાવી લીધુ હતું. તેની જાણ થતાં પતિ વલ્લભભાઈ રાઠોડે તેઓને સારવાર માટે જામનગરની ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યા હતા જ્યાંથી વધુ સારવાર માટે જી.જી. હોસ્પિટલ અને ત્યાંથી અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં આ મહિલાને રીફર કરવામાં આવ્યા હતા.
અમદાવાદથી ફરી જામનગરની જી.જી. હોસ્પિટલમાં લાવવામાં આવેલા મણીબેનનું ગઈ તા.૧૧ના દિને સારવાર દરમિયાન જ મૃત્યુ નિપજ્યું છે. તેમના પતિ વલ્લભભાઈએ પોલીસને જાણ કરી છે.
પોલીસ સમક્ષ પતિએ જણાવ્યા મુજબ તેમના માતા ગૌરીબેન (ઉ.વ.૯૦)ને પુત્રવધૂ મણીબેને ગઈ તા.૨૪ સપ્ટેમ્બરે જમવા માટે કહ્યું હતું પરંતુ સાસુ ગૌરીબેને આજે મારે ઉપવાસ છે તેમ કહેતા વહુ મણીબેનને માઠું લાગી આવ્યું હતું અને તેઓએ જલદ પ્રવાહી પી લીધુ હતું. પોલીસે નિવેદનની નોંધ કરી તપાસ હાથ ધરી છે.
જામનગરના ગોકુલનગર નજીક જકાતનાકા પાસેના વિજયનગર રોડ પર પ્રભાબેન નારણભાઈ ગાગીયા નામના મહિલાના મકાનમાં થોડા સમય પહેલાં ઉત્તરપ્રદેશ કે અન્ય કોઈ રાજ્યમાંથી છોટુ નામનો ઓગણીસેક વર્ષની વયનો યુવાન ભાડે રહેવા માટે આવ્યો હતો. તે યુવાનને મકાનના ઉપરના ભાગમાં રહેવા માટે ઓરડો કાઢી આપવામાં આવ્યો હતો. તેમાં રહી છૂટક કામ કરતો છોટુ ગઈકાલે આ મકાનમાં પોતાના ઓરડામાં હતો તે દરમિયાન રાત્રે દસેક વાગ્યે તેણે કોઈ અકળ કારણથી ગળાફાંસો ખાઈ લીધો છે. જેની જાણ થતાં પ્રભાબેન ગાગીયાએ પોલીસને વાકેફ કરી છે. દોડી ગયેલા પીએસઆઈ એન.જે. રાવલે મૃતદેહનો કબજો સંભાળી આ યુવાનની આત્મહત્યા પાછળનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial