Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જુવાનગઢ ગામે મંત્રી કુંવરજી બાવળીયાના અધ્યક્ષસ્થાને
ખંભાળીયા તા. ૧૫ઃ દ્વારકા જિલ્લાના પ્રભારી મંત્રી કુંવરજીભાઇ બાવળીયાના અધ્યક્ષસ્થાને ખંભાળિયા તાલુકાના જુવાનગઢ ગામે *વિકસિત ભારત સંકલ્પ યાત્રા* કાર્યક્રમ યોજાયો હતો, જેમાં મહાનુભાવોના હસ્તે સરકારની ફ્લેગશિપ યોજનાઓના લાભો એનાયત કરાયા હતાં. આ દરમિયાન ગ્રામજનોએ વડાપ્રધાનના કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળ્યું હતું.
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં તા. ૧૫મી નવેમ્બર 'જનજાતીય ગૌરવ દિવસ'થી 'વિકસિત ભારત સંકલ્પ યાત્રા'નો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જે અન્વયે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ખંભાળિયા તાલુકાના જુવાનગઢ ગામે રાજ્યના જળસંપત્તિ અને પાણી પુરવઠા, અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષાને લગતી બાબતોના વિભાગના કેબિનેટ મંત્રી અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના પ્રભારી મંત્રી કુંવરજીભાઇ બાવળીયાના અધ્યક્ષસ્થાને "વિકસિત ભારત સંકલ્પ યાત્રા" કાર્યક્રમ યોજાયો હતો.
આ ઉપરાંત મેરી કહાની મેરી જુબાની હેઠળ કૃષિ વિભાગ, સખીમંડળ, આરોગ્ય વિભાગ જેવી યોજનાના લાભાર્થીઓએ સરકારની યોજનાઓ થકી તેમને મળેલા લાભો અંગે પોતાના અનુભવો વર્ણવી સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમજ રાજ્ય તથા કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, વ્હાલી દીકરી યોજના, ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના, પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના સહિત અનેકવિધ યોજનાના લાભાર્થીઓને પ્રભારી મંત્રી કુંવરજીભાઇ બાવળીયા સહિતના મહાનુભાવો હસ્તે લાભો એનાયત કરવામાં આવ્યા હતા.
આ સાથે કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ મહેમાનો તથા ગ્રામજનોએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તથા દેશના વિભિન્ન ખુણેથી જોડાયેલા કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓના લાભાર્થીઓને લાઇવ સાંભળ્યા હતા. મહાનુભાવો દ્વારા જુવાનગઢ ગ્રામ પંચાયતને સો ટકા નલ સે જલ યોજનાની સિદ્ધિ મેળવવા બદલ સરપંચશ્રીને પ્રમાણપત્ર આપી શુભેચ્છાઓ પાઠવી હતી. તથા શાળાની બાળકો દ્વારા 'ધરતી કહે પુકાર કે' અંતર્ગત લઘુ નાટક રજૂ કર્યું હતું. તેમજ વિવિધ ક્ષેત્રોમાં વિશેષ સિદ્ધિ મેળવેલ ૦૭ જેટલા વ્યક્તિઓને મહાનુભાવોને હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે પ્રભારી મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળિયાએ ગ્રામજનોને સંબોધતા જણાવ્યું હતું કે, દીર્ઘદૃષ્ટા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના દિશા નિર્દેશનમાં કેન્દ્ર સરકારની ૧૭ જેટલી ફ્લેગશિપ યોજનાઓનો લાભ દેશના છેવાડાના નાગરિકો સુધી પહોચાડવા તેમજ આઝાદીના શતાબ્દી વર્ષ ૨૦૪૭માં ભારત દેશ વિકસિત બની વિશ્વ ફલક પર અંકિત થાય તે માટે સમગ્ર દેશમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા તા.૧૫ નવેમ્બરથી શરૂ કરવામાં આવી છે. વિકસિત ભારત સંકલ્પ યાત્રા મુખ્ય હેતુ કેન્દ્ર તથા રાજ્ય સરકારની અનેકવિધ પ્રજાહિત લક્ષી યોજનાઓ વિશે દરેક નાગરિકને માહિતગાર કરી છેવાડા નાગરિક સુધી લાભ પહોંચાડવાનો છે.
વધુમાં પ્રભારી મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, હાલમાં કૃષિમાં રાસાયણિક ખાતર તથા જંતુનાશક દવાઓના વધુ ઉપયોગને કારણે કેન્સર સહિત ગંભીર રોગોના પ્રમાણમાં વધારો થયો છે. જો આપણે સૌએ આપણા આરોગ્ય કાળજી રાખવા તેમજ જમીનની ગુણવત્તા જાળવી રાખવા માટે પ્રાકૃતિક કૃષિ તરફ વળવું પડશે.
ઊપસ્થિત સૌ ગ્રામજનોને આવકારતા જિલ્લા કલેકટર અશોક શર્માએ જણાવ્યું હતું કે, "વિકસિત ભારત સંકલ્પ યાત્રા*નો મુખ્ય ઉદ્દેશ્ય કેન્દ્ર તથા રાજ્ય સરકારની અનેકવિધ યોજનાઓનો લાભ દરેક જરૃરિયાતમંદ સુધી પહોચાડવાનો છે. વર્તમાન સરકારની યોજનાઓથી દેશના કરોડો પરિવારનું જીવન બદલાયું છે. વિકસિત ભારત સંકલ્પ યાત્રામા પશુ આરોગ્ય મેળા, આરોગ્ય કેમ્પ યોજવાની સાથે સરકાર વતી અધિકારીઓ સરકારની યોજનાઓ, વિવિધ સેવાઓ સાથે લાભાર્થીઓને દ્વારે આવ્યા છે.
આ પ્રસંગે ઉપસ્થિત સૌ નાગરિકોએ વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં સહભાગી થવા તેમજ વિકસિત ભારત-૨૦૪૭ના સ્વપ્નને સાકાર કરવામાં પોતાની ભાગીદારી નોંધાવવાના સંકલ્પ પણ લીધા હતા.
આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી એસ.ડી.ધાનાણી, જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ અનિલ ચાવડા, જિલ્લા પંચાયત સદસ્યોઓ જીતેન્દ્ર કણઝારિયા, સંજય નકુમ, ખંભાળિયા પ્રાંત અધિકારી કે.કે. કરમટા, જામનગર ડિસ્ટ્રિકટ કો.ઓપરેટીવ બેંકના ચેરમેન પી.એસ.જાડેજા, પૂર્વ ધારાસભ્યશ્રી મેરામણ ગોરીયા, અગ્રણીઓ પ્રતાપ પિંડારિયા, રસિક નકુમ, અધિકારીઓ, કર્મચારીઓ, સરપંચ સહિત બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial