Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના રણજીતસાગર માર્ગથી જાહેરાતના બોર્ડ કબજે કરાયા

મંજુરી વગર લટકાવી દેવાયા હતાંઃ

જામનગરમાં મંજુરી વગર લટકાવાયેલ જાહેરાતના બોર્ડને મહાનગરપાલિકાએ ઉતારી લીધા છે. અન્ય સ્થળેથી પાંચ કમાનો તથા સમર્પણ માર્ગેથી ઝુંપડા, માટલાવાળાઓને દૂર ખસેડવામાં આવ્યા છે. જામનગરના રણજીતસાગર માર્ગે રોડ ડીવાઈડરમાં સ્ટ્રીટ લાઈટના થાંભલામાં જાહેરાતના બોર્ડ મંજુરી વગર લટકાવી દેવામાં આવ્યા હતાં. જાહેરાતના આશરે ૧૦૦ જેટલા કિઓસ્ક બોર્ડ મંજુરી વગરના હોવાથી ગત્ સાંજે જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખાએ ઉતારી લઈ કબજે કર્યા હતાં. તેવી જ રીતે એક હોટલમાં આગામી દિવસોમાં આવી રહેલા સેલ પ્રદર્શનના જાહેરાત માટે પાંચ સ્થળે કમાનો ઊભી કરી દેવામાં આવી હતી જેની પણ મંજુરી લેવામાં આવી નહી હોવાથી એ પાંચેય કમાનો મહાનગરપાલિકાએ દૂર કરી કબજે કરી હતી. શહેરના સમર્પણ હોસ્પિટલ માર્ગે જાહેર રોડ ઉપર ઝુંપડા ખડકાઈ ગયા હતાં તેમજ અમુક માટલાવાળાઓએ દબાણ કર્યા હતાં તેને પણ મહાનગરપાલિકાએ દૂર ખસેડી જગ્યા ખાલી કરાવી હતી.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh