Advertisement
Author: નોબત સમાચાર

ચૌદ સસ્પેન્ડ કરાયેલા સાંસદોની મુલાકાત લેતા સોનીયા ગાંધીઃ વિપક્ષોનો હોબાળો

સંસદ બહાર સસ્પેન્ડ સાંસદોનું મૌન વિરોધ પ્રદર્શનઃ

નવી દિલ્હી તા. ૧પઃ સંસદ સત્રના સભ્યો દસમા દિવસે સંસદની સુરક્ષા ભંગની ઘટના સંદર્ભમાં સંસદમાં વિરોધપક્ષો દ્વારા ગૃહમંત્રી અને વડાપ્રધાનના નિવેદનની માંગણી સાથે હોબાળો ચાલુ રહેતા સાંસદના બન્ને ગૃહોની કાર્યવાહી બપોરે બે વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી હતી.

આ દરમિયાન સંસદની બહાર સસ્પેન્ડ કરાયેલા ચૌદ સાંસદો સાથે કોંગ્રેસના નેતા સોનિયા ગાંધીએ મુલાકાત કરી હતી. આ તમામ સાંસદો પ્લેકાર્ડ સાથે સરકાર વિરૃદ્ધ મૌન પ્રદર્શન કરી રહ્યાં છે.

વિરોધ પક્ષના જેડીયુના સાંસદ લાલનસિંહે ઉગ્ર પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, જો સંસદમાં ઘૂસનારા મુસ્લિમો હોત તો ભાજપ દેશ અને દુનિયામાં હોબાળો મચાવી દેત... એટલું જ નહીં. જો કોંગ્રેસના સંસદ સભ્યની ભલામણથી આવેલા કોઈએ આવું કૃત્ય કર્યુ હોત તો ભાજપવાળાનું વલણ સાવ અલગ જ હોત.

ડીએમકેના કનીમોઝીએ જણાવ્યું હતું કે, ભાજપ એવું વારંવાર કહે છે કે દેશની રક્ષા ભાજપ જ કરી શકે છે, પણ સંસદની અંદર પણ સુરક્ષા કરવામાં નિષ્ફળ ગયા છે તો જે ઘટના બની છે તેના માટે સરકાર જ સંપૂર્ણપણે જવાબદાર હોવી જોઈએ.

કોંગ્રેસના મણીકમ ટાગોરે જણાવ્યું હતું કે, અમને અલોક તાંત્રિક રીતે સસ્પેન્ડ કરાયા છે, અમે મૌન વિરોધ ચાલુ રાખશું. સંસદ સભ્યોને ગૃહ છોડી દેવાનું કહેવાય છે. વિપક્ષની જવાબદારી છે કે, સરકાર પાસે જવાબ માંગવો.

કોંગ્રેસના અધ્યક્ષ ખડગેએ રાજયસભાના અધ્યક્ષને પત્ર લખીને સ્પષ્ટપણે જણાવ્યું છે કે, જ્યાં સુધી ગૃહમંત્રી આ ઘટના / મુદ્દા અંગે નિવેદન ન આપે ત્યાં સુધી ગૃહની કામગીરીનો કોઈ અર્થ જ નથી. જ્યોર જયરામે જણાવ્યું હતું કે, આ ઘટના પછી ગૃહમંત્રી અને વડાપ્રધાનત શા માટે ચૂપ છે...? બન્નેએ ગૃહમાં આપને નિેવેદન આપવું જોઈએ, ત્યાર પછી જ ગૃહમાં કામકાજ થશે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh