Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ટ્રમ્પનું ગેરકાયદે ઈમિગ્રેન્ટ્સના દેશ નિકાલનું અભિયાન શરૃ
વોશિંગ્ટન તા. ૪ઃ અમેરિકામાંથી ગેરકાયદે ઈમિગ્રેન્ટ્સ્ના દેશનિકાલનું અભિયાન શરૃ થયું છે અને ર૦પ ભારતીયો સાથેનું વિમાન ગઈકાલે અમેરિકાથી રવાના થયું હોવાના અહેવાલો છે.
રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના આદેશ પછી અમેરિકાએ ગેરકાયદેસર ઈમિગ્રન્ટ્સને બહાર કાઢવાનું શરૃ કરી દીધું છે. ગઈકાલે એક અમેરિકન મિલિટરી પ્લેન અમેરિકાથી માઈગ્રન્ટ્સન લઈને ભારત આવવા રવાના થયું હતું.
ન્યુઝ એજન્સી રોયટર્સે જણાવ્યા અનુસાર સી-૧૭ લશ્કરી વિમાન પ્રવાસીઓ સાથે રવાના થયું હતું. ઈમિગ્રન્ટ્સનું એક જુથ અમેરિકા સૈન્ય વિમાન દ્વારા ભારત લાવવામાં આવી રહ્યા હતાં.
સૂત્રોને ટાંકીને અહેવાલ છે કે ગેરકાયદેસર પ્રવાસી ભારતીયોની પ્રથમ બેચ અમેરિકન સી-૧૪૭ પ્લેન દ્વારા ભારત આવી રહી છે. આ આર્મી પ્લેન લગભગ ૬ કલાક પહેલા અમેરિકાના સેન એન્ટોનિયોથી ઊડાન ભરી હતી. ઈમિગ્રન્ટ્સને લઈ જતું અમેરિકન એરફોર્સનું આ પ્લેન અમૃતસરમાં ઉતરી શકે છે, જો કે હજુ સુધી આ વાતની પૃષ્ટિ થઈ નથી. જર્મનીમાં રિફ્યુલિંગ માટે પ્લેન થોડા સમય માટે રોકાઈ શકે છે.
રાષ્ટ્રપતિ ટ્રમ્પના વ્હાઈટ હાઉસ પરત ફર્યા પછી ભારતમાં આ પ્રથમ દેશનિકાલ છે. ટ્રમ્પે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને વિદેશમંત્રી એસ. જયશંકર સાથે અમેરિકામાં ભારતીય ગેરકાયદેસર ઈમિગ્રન્ટ્સના મુદ્દા પર ચર્ચા કરી હતી. અગાઉ ભારત ગેરકાયદેસર ઈમિગ્રન્ટ્સને પરત લેવા માટે સંમત થયું હતું અને લગભગ ૧૮,૦૦૦ ગેરકાયદે ઈમિગ્રન્ટ્સને પરત લેવાની વાત કરી હતી.
બ્લૂમબર્ગના રિપોર્ટસ મુજબ ભારત અને અમેરિકાએ લગભગ ૧૮,૦૦૦ ભારતીય ઈમિગ્રન્ટ્સની ઓળખ કરી છે જેઓ ગેરકાયદેસર રીતે અમેરિકામાં છે. અમેરિકા દ્વારા જારી કરવામાં આવેલા મોટાભાગના એચ-૧બી વિઝા ભારતીયોને મળ્યા છે. ટ્રમ્પે તેમના ચૂંટણી પ્રચાર દરમિયાન કહ્યું હતું કે, 'જ્યારે હું ફરીથી ચૂંટાઈશ ત્યારે અમે અમેરિકન ઈતિહાસનું સૌથી મોટું દેશનિકાલ અભિયાન શરૃ કરીશું.'
ગેરકાયદેસર ઈમિગ્રન્ટ્સ વિરૃદ્ધના આ અભિયાનમાં ટ્રમ્પ પ્રશાસને અમેરિકી સેનાની પણ મદદ માંગી છે. આ માટે યુએસ-મેક્સિકો બોર્ડર પર વધારાના સૈનિકો તૈનાત કરવામાં આવ્યા છે અને સ્થળાંતર કરનારાઓને રાખવા માટે સૈન્ય મથકોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ગેરકાયદેસર વસાહતીઓને પાછા મોકલવા માટે લશ્કરી વિમાનોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ અંતર્ગત માઈગ્રન્ટ્સને ગ્વાટેમાલા, પેરૃ અને હોન્ડુરાસ જેવા દેશોમાં મોકલવામાં આવ્યા છે. રિપોર્ટ અનુસાર ભારત સૌથી દૂરનું સ્થાન છે જ્યાં દેશનિકાલ માટે ફ્લાઈટ જશે.
ડોનાલ્ડ ટ્રમ્પે ગયા મહિને પીએમ મોદી સાથે ફોન પર વાતચીત દરમિયાન ગેરકાયદેસર ઈમિગ્રેશન અંગે ચર્ચા કરી હતી. ટ્રમ્પે કહ્યું કે ગેરકાયદેસર ઈમિગ્રન્ટ્સને પરત લેવા માટે ભારત યોગ્ય પગલાં લેશે. વ્હાઈટ હાઉસના જણાવ્યા અનુસાર બન્ને નેતાઓ વચ્ચે સકારાત્મક સહયોગને લઈને વાતચીત થઈ.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial