Advertisement
Author: નોબત સમાચાર

સજુબા સરકારી ગર્લ્સ હાઈસ્કૂલનો ૯૦મો સ્થાપનાદિન ઉજવાયો

પૂર્વ ક્રિકેટર અને રાજવી પરિવારના યુવરાજ અજયસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં

જામનગર તા. ૪ઃ કન્યાઓને ભણતર અને ઘડતરના પાઠ શીખવનાર સજુબા સરકારી ગર્લ્સ હાઈસ્કૂલનો ૯૦મો સ્થાપના દિવસ ઉજવાયો હતો. તે દરમિયાન પ્રાસંગિક પ્રવચન કરતા જામનગર યુવરાજ અને ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર અજયસિંહજી જાડેજાએ વિવિધ ક્ષેત્રે સિદ્ધિ પ્રાપ્ત કરેલ શાળાની વિદ્યાર્થિનીઓને સન્માનિત કરી શિક્ષણનું મહત્ત્વ સમજાવ્યું હતું.

સમગ્ર વિશ્વના શિક્ષણક્ષેત્રે ક્રાંતિ લાવનાર ડો.સર્વપલ્લી રાધાકૃષ્ણજીએ યથાર્થ કહૃાું છે કે,*ઉંચો ધ્યેય પહેલી સિદ્ધિ, અતૂટ શ્રદ્ધા બીજી સિદ્ધિ, પ્રયત્નશીલ રહેવું ત્રીજી સિદ્ધિ અને શક્તિનો ઉપયોગ કરવો એ ચોથી સિદ્ધિ.* ઉપરોક્ત વિચારસરણીને વરેલી જામનગર જિલ્લાની સરકારી શાળા પૈકી ઐતિહાસિક વારસો ધરાવતી તેમજ દાયકાઓથી સૌરાષ્ટ્રભરની કન્યાઓના ભણતર, ગણતર અને ધડતરને પ્રોત્સાહન આપનારી અને રાજાશાહી વારસાની પ્રતીક તેમજ કન્યા કેળવણીના વિરાટ વટવૃક્ષ સમાન માતૃ શ્રી સજુબા સરકારી ગર્લ્સ હાઈસ્કૂલ, જામનગરની તા.૧૧-૦૧-૨૦૨૫ શનિવારના ૯૦મા સ્થાપના દિવસની ઉત્સાહ અને ઉમંગભેર ઉજવણી કરવામાં આવી હતી.

તા.૧૨ જાન્યુઆરી ૧૯૩૬ના નવાનગર સ્ટેટના રાજવી જામ દિગ્વિજયસિંહજીના વરદ હસ્તે પ્રારંભ કરવામાં આવેલ. શાળાની આ ઉજવણીમાં વિદ્યાર્થિનીઓ દ્વારા શાળાનો ઇતિહાસ અને સ્વામી વિવેકાનંદ વિશે વક્તવ્ય, શિવ તાંડવ નૃત્ય, હેલ્લારો નૃત્ય તેમજ સ્વ રચિત કાવ્ય પઠન રજૂ કરવામાં આવ્યા હતા.

પ્રાસંગિક ઉદ્બોધન દરમિયાન શાળાના આચાર્યા બીનાબેન દ્વારા શાળાની આગાવી સિદ્ધિ અને માહિતી રજૂ કરવામાં આવી હતી જ્યારે જિલ્લા શિક્ષણાધિકારી વિપુલ મહેતા દ્વારા શિક્ષણની ચિંતનાત્મક વાત રજૂ કરવામાં આવેલ. સાથોસાથ જામનગરના રાજવી પરિવારના યુવરાજ અજયસિંહજી જાડેજાએ વિદ્યાર્થિનીઓને શિક્ષણનું મહત્ત્વ અને શાળાનું મહત્ત્વ સમજાવી આગળ અભ્યાસ ક્ષેત્રે પ્રગતિ કરે તેવી પ્રેરણા આપી હતી. અને વિદ્યાર્થિનીઓ પોતાની કારકિર્દી ઉત્તમ બનાવી સફળ થાય અને પોતાના માતા-પિતા, કુટુંબ, સમાજ, શાળા તેમજ જામનગરનું નામ રોશન કરે તેવી શુભકામનાઓ પાઠવી હતી. કાર્યક્રમમાં ધો.૯ થી ૧૨ માં સામાન્ય અને સાયન્સ પ્રવાહમાં એક થી ત્રણ ક્રમ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થિનીઓને તેમજ ખેલ મહાકુંભ અને વિવિધ રમતગમત સ્પર્ધામાં જિલ્લા કક્ષાએ તેમજ રાજ્યકક્ષાએ સ્થાન મેળવનાર, કલા મહાકુંભ, કલા મહોત્સવ, ગણિત વિજ્ઞાન પ્રદર્શન, શાળાકીય વિવિધ વકૃત્વ, નિબંધ, સંગીત સહ ગાયન, સ્પર્ધામાં ઉત્કૃષ્ટ દેખાવ કરનાર ઉપરાંત શાળાની વિવિધ સમિતિઓનું ઇનામો આપી મહાનુભાવો દ્વારા સન્માન કરવામાં આવેલ હતું.

શાળાના વાર્ષિકોત્સવ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે નવાનગર સ્ટેટના યુવરાજ અને પૂર્વ ક્રિકેટર અજયસિંહજી જાડેજા, અતિથિ વિશેષ તરીકે જિલ્લા શિક્ષણાધિકારી વિપુલભાઈ મહેતા, શાળાના વય નિવૃત્ત ગુરૃજનો, શાળાના આચાર્યા, શાળાનો સ્ટાફ પરિવાર અને બહોળી સંખ્યામાં વિદ્યાર્થિનીઓ હાજર રહી હતી.તેમજ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા શાળાના સર્વે સ્ટાફ પરિવાર અને વિદ્યાર્થિનીઓ દ્વારા જહેમત ઉઠાવાઈ હતી.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh