Advertisement
Author: નોબત સમાચાર

ભાણવડમાં વૃદ્ધ-તિરસ્કૃત થયેલા બળદોનું આદર્શ આશ્રય સ્થાનઃ 'શિવનંદી આશ્રમ'

ખંભાળિયા તા. ૪ઃ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડમાં એનિમલ લવર્સ ગ્રુપ અનેક માનવતાવાદી સેવા કાર્યો કરે છે તથા આ વિસ્તારમાંથી નીકળતા ઝેરી-બીનઝેરી સાપથી માંડીને અજગર, મગર જેવા પ્રાણીઓ નીકળે ત્યારે કોઈપણ સ્થળે વિનામૂલ્યે સેવા કરે છે તથા ઈજાગ્રસ્ત પ્રાણી પક્ષીઓને પોરબંદર, જામનગર અન્ય સ્થળે પણ પહોંચાડે છે. બે વર્ષ પહેલા એનિમલ લવર્સ ગ્રુપના અશોકભાઈ ભટ્ટ તથા તેમની ટીમના સ્વયં સેવકોને થયું કે ભાણવડ તથા આસપાસના વિસ્તારોમાં વૃદ્ધ થતાં, અશક્ત થતા, કામ ના થાય તેવા બળદો કે જેણે આખી જિંદગી પોતાના માલિક માટે ચાકરી કરી હોય તેમને સ્વાર્થી માલિકો હાંકી કાઢતા હોય, વર્ષોથી માલિકને ત્યાં રહેલ બળદને ખાવાનું તો શું પાણી પણ ના મળે તેવું થતા દયાજનક સ્થિતિમાં મૃત્યુની રાહ જોતા પડ્યા હોય, તેમના માટે ભાણવડમાં લોહાણા દાતા વનરાવન કાકુભાઈ લાખાણીની વિશાળ જમીન પર શિવ નંદી આશ્રમના નામથી રખડતા બળદો માટે આશ્રય સ્થાન શરૃ કર્યું અને હાલ ૮૯ જેટલા બળદો ત્યાં આશ્રય લઈ રહ્યા છે.

સાડાઆઠ લાખના ખર્ચે શેડ બનાવાયો

એનિમલ લવર્સ ગ્રુપ સમગ્ર ભાણવડ પંથકમાં વિનામૂલ્યે જ સાપ તથા અન્ય જીવોના રેસ્ક્યુ કરતા હોય, દાતાઓની મદદથી સાડાઆઠ લાખના ખર્ચે વિશાળ શેડ બનાવીને પંખાની સગવડ સાથે રોજ લીલો-સૂકો ચરો, કડબ, મગફળી ભૂક્કો, સિઝનમાં તરબૂચ દુધી, રીંગણા, કોબી, મેથી જેવા શાકભાજી ખવડાવવામાં આવે છે તથા બીમાર, અશક્ત બળદ માટે ખાસ વ્યવસ્થા થાય છે. જો બળદ બેલીજ રહે તો નસો જામ થતા મૃત્યુ પામે તેથી સ્પેશ્યલ બે ઘોડી દ્વારા બળદોને હેરફેર કરવા પણ વ્યવસ્થા કરવામાં આવી છે. કેટલાક પગ ભાંગેલા તથા રોગથી પીડાતા બળદો માટે ખાસ વ્યવસ્થા પણ કરવામાં આવી છે.

ભાણવડ, ખંભાળિયા, ગોપ મોડપર સહિતના જે ગામોમાં નિરાધાર વૃદ્ધ બળદ રખડતા હોય ત્યાં ખાસ એમ્બ્યુલન્સની કે રૃબરૃ તેડી આશ્રમમાં રખાય છે તથા તેમની સેવા તથા સારવાર પણ કરાય છે. રોજ ત્રણ સમય ચરા-પાણીની પણ વ્યવસ્થા થાય છે.

સવાર-સાંજ ભજન, કથા

વૃદ્ધ વ્યક્તિઓને જેમ ધાર્મિક ભજન સપ્તાહ કથા સંભળાવાય તેમ અહીં પણ ધાર્મિક ભજન સપ્તાહ, કથા સંભળાવાય તેમ અહી પણ ખાસ સાઉન્ડ સિસ્ટમ ફીટ કરીને નિરાધાર વૃદ્ધ બળદોને પાછલી જિંદગીમા સારા ખોરાક સાથે સવાર-સાંજ ધાર્મિક ભજન તથા ભાગવત સપ્તાહની કેસેટ પણ સંભળાવાય છે.

એનિમલ લવર્સ ગ્રુપની ટીમના અશોકભાઈ ભટ્ટની સાથે મેરામણભાઈ ભરવાડ, અશોકભાઈ બાંભવા, વિજયભાઈ ખૂંટી, અજયભાઈ, વિશાલભાઈ, જામીલભાઈ, વિજયભાઈ જોડે આ નંદી આશ્રમના સ્વયંસેવકો બળદોની સેવા-સારવાર કરે છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh