Advertisement
Author: નોબત સમાચાર

જિલ્લા ગ્રાન્ટેડ શાળા સંચાલક મંડળના હોદ્દેદારો-પ્રતિષ્ઠિત મહાનુભાવોનું આર્યસમાજ દ્વારા સન્માન

જામનગરના વિશ્વનાથ વ્યાયામ પ્રચારક મંડળ અને

જામનગર તા. ૪ઃ આર્યસમાજ-જામનગર દ્વારા જામનગર જિલ્લા ગ્રાન્ટેડ શાળા સંચાલક મંડળના નવનિયુકત પદાધિકારીઓ અને વિશ્વનાથ વ્યાયામ પ્રચારક મંડળના નવનિયુકત પદાધિકારીઓ અને અન્ય પ્રતિષ્ઠીત મહાનુભાવોનું સન્માન કરવામાં આવ્યું હતું.

આ સમારંભના મુખ્ય અતિથિ વિશષ તરીકે ગુજરાત પ્રાંતીય આર્ય પ્રતિનિધિ સભા અને સાર્વદેશિક આર્ય પ્રતિનિધિ સભાના પ્રમુખ સુરેશચંદ્ર આર્ય ઉપસ્થિત રહ્યા હતા તેમનું સન્માનપત્ર અને સ્મૃતિચિહનથી સન્માન કરવામાં આવ્યું. સ્વાગત પ્રવચન આર્યસમાજના ઉપમંત્રી ધવલભાઈ બરછાએ કર્યુ હતું.

આર્યસમાજ-જામનગર દ્વારા જામનગર જિલ્લા ગ્રાન્ટેડ શાળા સંચાલક મંડળના પદાધિકારીઓ તરીકે વરાયેલ અધ્યક્ષ કરશનભાઈ ડાંગર, પ્રમુખ દીપકભાઈ ઠક્કર, ઉપપ્રમુખ પ્રોફેસર દિલીપભાઈ આશર, માનદ્દ મંત્રી જતીનભાઈ શાહ, સહમંત્રી પાર્થભાઈ પંડયા, ખજાનચી મનમોહનભાઈ સોનીનું ઉપવસ્ત્ર, સુગંધી ધૂપ અને પૂસ્તક, સન્માનપત્રથી સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ શ્રી કાશીવિશ્વનાથ વ્યાયામ પ્રચારક મંડળના નવનિયુકત પદાધિકારીઓ પ્રમુખ નરેન્દ્રભાઈ મહેતા, ઉપપ્રમુખ દર્શનભાઈ ઠકકર, માનદ્દ મંત્રી પ્રવિણચંદ્ર વારા, સહમંત્રી મયુરધ્વજસિંહ જાડેજા, ખજાનચી રજનીકાંત દાઉદીયાનું ઉપવસ્ત્ર, ધૂપ અને પુસ્તક, સન્માનપત્રથી સન્માન કરવામાં આવ્યું હતું.

શ્રી બૃહદ સૌરાષ્ટ્ર આર્ય પ્રાદેશિક સભાના તેમજ જેતપુરના જાણીતા એડવોકેટ હરેશભાઈ દેસાઈ, ગુજરાત રાજય પ્રાથમિક શિક્ષણ સંઘના પ્રમુખ ચંદ્રકાંતભાઈ ખાખરીયા, માય સમાચારના મેનેજીંગ એડીટર તેમજ જામનગરના યુવા પત્રકાર તરીકે રવિ બુદ્ધદેવનું ઉપવસ્ત્ર, ધૂપ અને પુસ્તક, સન્માનપત્ર તેમજ સ્મૃતિચિહનથી સન્માન કરવામાં આવ્યું હતું.

ગુજરાત પ્રાંતીય આર્ય પ્રતિનિધિ સભા અને સાર્વદેશિક આર્ય પ્રતિનિધિ સભાના પ્રમુખ સુરેશચંદ્ર આર્ય અને આર્યસમાજના પ્રમુખ દીપકભાઈ ઠકકરે પ્રાસંગિક પ્રવચનો કર્યા હતા. આભાર દર્શન આર્યસમાજના ઉપપ્રમુખ ઉર્વશીબેન રાઠોડએ કર્યુ હતું.

સમારોહમાં આ કોષાધ્યક્ષ વિનોદભાઈ નાંઢા, પુસ્તકાધ્યક્ષ મનોજભાઈ નાંઢા, આર્યસમાજ અંતરંગ સદસ્યો ભરતભાઈ આશાવર, ધીરજભાઈ નાંઢા, અરવિંદભાઈ મહેતા, જગદીશભાઈ મકવાણા, હરીશભાઈ મહેતા, ઠકકર તેજભાઈ પોપટ, પ્રભુલાલભાઈ જે. મહેતા, વિજયભાઈ ચૌહાણ, રામભાઈ બરછા, સતપાલજી આર્ય, વિશ્વાસભાઈ ઠકકર, આશાબેન ઠકકર, જયશ્રીબેન મહેતા, સુનીતાબેન ખન્ના, સર્વે સદસ્યો, સભાસદો, શ્રીમદ્દ  દયાનંદ કન્યા વિદ્યાલય-જામનગર માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગના આચાર્યા પ્રફુલ્લાબેન રૃપડીયા, પ્રાથમિક વિભાગના આચાર્યા સંગીતાબેન મોતીવરસ, બંને વિભાગના શિક્ષિકા બહેનો, વહીવટી કર્મચારીઓ, સેવક ભાઈ-બહેનો ઉપસ્થિત રહ્યા હતાં.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh