Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ભાણવડ નગરપાલિકાની ચૂંટણીનું પરિણામ મહત્ત્વપૂર્ણ રહેશે
ખંભાળિયા તા. ૪ઃ દ્વારકા જિલ્લામાં ભારતીય જનતા પક્ષનુ પલડું ભારે જણાતુ હોવા છતાં સલાયામાં ભાજપને અડધોઅડધ બેઠકો માટે ઉમેદવારો જ નહીં મળતા ૧૪ બેઠકો પર કોંગ્રેસ, આપ અને ઓવૈસીની પાર્ટી વચ્ચે ચૂંટણી જંગ ખેલાશે.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પાલિકાઓની રાજયમાં જાહેર થયેલ ચૂંટણીઓમાં ખંભાળિયાના સલાયા ન.પા. દ્વારકા ન.પા. તથા ભાણવડ ન.પા. ત્રણમાં ચૂંટણીઓ યોજાયેલ છે. ત્યારે ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિન પહેલા જ દ્વારકા જિલ્લામાં બે નગરપાલિકામાં ભાજપના ઉમેદવારો ૧૬ જેટલા બીનહરીફ થયાની શકયતા થતાં ભાજપની બે પાલિકામાં અત્યારથી સ્થિતિ મજબૂત થઈ છે.
દ્વારકા નગરપાલિકામાં જોઈએ તો અહીં ભાજપના ધારાસભ્ય પબુભા માણેક કે જે વર્ષોથી ધારાસભ્ય તરીકે ચૂંટાય છે તથા દ્વારકા ન.પા.માં પણ ત્રીસ વર્ષથી ભાજપનું શાસન છે. કોંગ્રેસને તથા આપને અહીં ઉમેદવારો પણ મળતા નથી ત્યારે આઠ બેઠકો વોર્ડ ૩,૪ તથા અન્ય મળીને આઠેક બેઠકો બીનહરીફ થવાની સંભાવના છે ત્યારે અગાઉથી જ ૨૮માંથી આઠ મળશે તો ચૂંટણીમાં પણ બીજી બેઠકો આવતા અહીં ૩૦ વર્ષના શાસન પછી ફરી ભાજપનું શાસન આવશે તો ભાણવડ નગરપાલિકામાં પણ દ્વારકાના પગલે ભાજપના અગ્રણીઓના રાત ઉજાગરા સફળ થતાં અહીં પણ વોર્ડ-૨ તથા વોર્ડ-૬માં બેઠકો બે વોર્ડની આઠ ભાજપની બીનહરીફ થવા સંભાવના છે. અહીં પણ કોંગ્રેસ-આપ પાર્ટીના ઉમેદવારોને યેનકેન પ્રકારે ફોર્મ ખેંચવામાં ભાજપ સફળ થયું છે તો હજી પણ પ્રયત્નો ચાલુ છે. નવાઈની વાત એ છે કે ભાણવડમાં ગત ટર્મમાં ભાજપના શાસનને ભાંગી કોંગ્રેસે શાસન કબજે કરી રેકોર્ડ કરેલો અને તે પછી આ ચૂંટણીમાં ભાજપ ફરી સત્તા કબ્જે કરવાની સ્થિતિમાં છે. કેમ કે ભાણવડ ભાજપમાં કોંગ્રેસ પ્રમુખ ટેકેદારો સાથે જોડાઈ જતાં ભાજપની સ્થિતિ મજબુત થઈ છે. તથા આ ન.પા. પણ ભાજપને ફાળે જવાની અત્યારથી ચૂંટણી પહેલા જ સંભાવના છે.
સલાયામાં ભાજપને મુશ્કેલીઃ ૧૪ ઉમેદવારો પણ મળ્યા નહીં...!!
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સલાયા નગરપાલિકામાં સાત વોર્ડની ૨૪ બેઠકો માટે ભાજપને મોટી મુશ્કેલી છે કેમકે અહીં ૨૮માંથી ૧૪ બેઠકો પર તો ભાજપના ઉમેદવાર જ નથી !!
નવાઈની વાત છેકે જયાં દ્વારકા જિલ્લામાં ઓવૈસીની પાર્ટીની સ્થાપના પણ નથી ત્યાં સલાયામાં એ.આઈ.એમ. આઈ.એમ.ના તમામ વોર્ડમાં ૨૮ ઉમેદવારો છે તો આપ પાર્ટીના પણ ૨૮ તમામ ઉમેદવારો છે અને કોંગ્રેસના પણ ૨૮ ઉમેદવારો છે. રાજય તથા કેન્દ્રમાં સત્તા ધરાવનાર ભાજપને સલાયામાં ઉમેદવારો મળ્યા નહીં તેનું કારણ બેટ દ્વારકાનું ડિમોલીશન તથા તે પછી ખારા મીઠા ચુસણા ટાપુ પરનું ડિમોલીશન પણ કહેવાય છે. ગત વખતે અહીં કોંગ્રેસની સત્તા હતી તો અગાઉ સમગ્ર ગુજરાતમાં સલાયામાંથી સમતા પાર્ટી પાલિકા જીતી હતી તો અગાઉ ભાજપે પણ સલાયા પાલિકા કબજે કરી રેકોર્ડ કરી રેકોર્ડ વિકાસ કરેલો પણ આ વખતે ૨૮માંથી ૧૪માં ઉમેદવારો જ ના હોય આપ, કોંગ્રેસનું અહીં શાસન આવવા સંભાવના છે.
ભાજપને એકનો ફાયદો થશે
ગત વખતની સ્થિતિ જોઈએ તો હાલ ચૂંટણી છે તે સલાયા-ભાણવડ કોંગ્રેસ પાસે અને દ્વારકા એક માત્ર ત્રણમાંથી ભાજપ પાસે હતી હવે તે ત્રણમાંથી બે થવાની પૂરી સંભાવના ગણાય છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial