Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
એકલદોકલ વાહનચાલકો પાસેથી પડાવાઈ રહ્યા છે પૈસાઃ
જામનગર તા.૪ ઃ જામનગરના રણજીતસાગર રોડ પર નવી વિકસતી સોસાયટી વચ્ચે કેટલાક દૂષણો પણ ઉદ્ભવી રહ્યા છે, કેટલીક સોસાયટીમાં રાત્રિના સમયે ૧૮થી ૨૫ની વચ્ચેની વયના કેટલાક શખ્સો એકલદોકલ વાહનચાલકોને રોકી લઈ દારૃ પીવા માટે પૈસા માંગી પજવણી કરી રહ્યા છે. જે વ્યક્તિ પૈસા આપવાની ના પાડે તેને મારકૂટ પણ કરાઈ રહી છે. આવી પરિસ્થિતિમાં પોલીસ દ્વારા સઘન પેટ્રોલિંગ શરૃ કરવામાં આવે તેવી લોકમાગણી ઉઠી રહી છે.
જામનગરના રણજીત સાગર રોડ પર આવેલી સાધના કોલોની તેમજ સિદ્ધિ વિનાયક સોસાયટી, જડેશ્વર ચાર રસ્તા વગેરે નવા વિકસેલા વિસ્તારો માં થોડા સમયથી રાત્રિના સમયે કેટલાક લવરમુછીયા આતંક પ્રસરાવતા હોવાનું સ્થાનિકો દ્વારા જણાવવામાં આવી રહ્યું છે.
રોજ રાત પડ્યે પ્યાસી આત્માની જેમ ભટકતા આ શખ્સો ત્યાંથી એકલદોકલ સંખ્યામાં નીકળતા વાહન ચાલકો, રાહદારીઓને રોકી લઈ આ ટોળકી ચાવી ઝૂંટવી લઈ દારૃ પીવાના પૈસાની માગણી કરી ધાકધમકી આપે છે અને પૈસા ન મળે તો ગાળો ભાંડી માર પણ મારે છે.
આ વિસ્તારમાં છેલ્લા દસેક દિવસમાં ઉપરોક્ત કૃત્ય વધ્યા છે. ઉલ્લેખનીય છે કે, ગયા સપ્તાહે આ વિસ્તારમાં એક રિક્ષા ડ્રાઈવરની રાત્રિના સમયે હત્યા થઈ છે. તે પછી આ ટોળકી વધુ કોઈ ગુન્હાને અંજામ આપે તે પહેલાં આ વિસ્તારમાં પોલીસ પેટ્રોલિંગ શરૃ કરવામાં આવે અને નાગરિકોને રાહત મળે તે પ્રકારની કાર્યવાહી પોલીસ શરૃ કરે તેવી માગણી ઉઠી રહી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial