Advertisement
Author: નોબત સમાચાર

ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવાની તૈયારીઃ મુખ્યમંત્રીએ કરી જાહેરાત

સુપ્રિમ કોર્ટના નિવૃત્ત જજની અધ્યક્ષતામાં રચાયેલી કમિટી ૪પ દિવસ પછી અહેવાલ આપે, જેની સમીક્ષા થશેઃ ગૃહરાજ્યમંત્રી

ગાંધીનગર તા. ૪ઃ ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવાની તૈયારી થઈ રહી છે. એસસીના નિવૃત્ત જજની અધ્યક્ષતામાં કમિટીની જાહેરાત મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે એક પત્રકાર પરિષદમાં કરી છે.

ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડને લઈને રાજ્ય સરકાર દ્વારા મહત્ત્વની જાહેરાત કરાઈ છે. પત્રકાર પરિષદ સંબોધિતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે 'ભારતીયતા આપણો ધર્મ છે અને ભારતનું બંધારણ નાગરિક ધર્મ નિભાવવા માટે સૌથીનું પ્રદર્શન કરતું આવ્યું છે. પીએમ મોદીએ સૌને સમાન હક્ક માટે તે માટે યુનિફોર્મ સિવિલ કોડનો નિર્ણય લીધો છે. ભારતીય જનતા પાર્ટીની સરકાર જે કહેવું તે કરવું તે સિદ્ધાંતને અનુસરે છે. ગુજરાત સરકાર રાજ્યમાં વરસતા તમામ નાગરિકોને સમાન હક્ક મળે તે માટે આગળ વધી રહી છે. યુનિફોર્મ સિવિલ કોડ અંગે સુપ્રિમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ રંજના દેસાઈની અધ્યક્ષતામાં કમિટીની રચના કરવાનો નિર્ણય કર્યો છે.'

ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, '૪પ દિવસમાં કમિટી દ્વારા જે રિપોર્ટ આવશે તેનો રિવ્યુ કરવામાં આવશે. આ રિવ્યુ પછી સરકાર યોગ્ય નિર્ણય લેશે. કોઈ જ્ઞાતિ-જાતિને નુક્સાન ન થાય તેનું ખાસ ધ્યાન રાખવામાં આવશે. ખાસ કરીને આદિવાસી સમાજને કોઈ નુક્સાન ન થાય તેનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવશે. આ કાયદો કોઈ એક સમાજ માટે નથી લાવવામાં આવી રહ્યો. તમામ નાગરિકો માટે સમાન કાયદા રહે તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.'

કેન્દ્ર સરકાર દ્વારા યુનિફોર્મ સિવિલ કોડ દેશભરમાં લાગુ કરવાની પહેલ કરાઈ છે. આ કાયદામાં દેશના તમામ ધર્મો અને સમુદાયો માટે સમાન અને એક સરખા કાયદા બનાવવાની હિમાયત કરાઈ છે. વિવિધ ધર્મના આધારે હાલના વિવિધ કાયદાઓ એક રીતે બિનઅસરકારક બની જાય છે. જો સરળ ભાષામાં કહેવામાં આવે તો આ ફાયદાનો અર્થ એ છે કે દેશમાં તમામ ધર્મો અને સમુદાયો માટે કાયદો સમાન હશે. જે સંસદ દ્વારા નક્કી કરવામાં આવશે.

બંધારણની કલમ ૪૪ હેઠળ યુનિફોર્મ સિવિલ કોડ આવે છે. જે જણાવે છે કે રાજ્ય સમગ્ર ભારતમાં નાગરિકો માટે યુનિફોર્મ સિવિલ કોડ સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરશે. આ કલમ હેઠળ દેશમાં આ યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવાની માંગ કરવામાં આવી છે. આ પાછળનો તર્ક વસતિને નિયંત્રિત કરવાનો છે. બધા ધર્મ માટે લગ્ન, છૂટાછેડા, દત્તક અને મિલકતમાં બધા માટે એક જ નિયમ લાગુ કરવો, તેમજ પરસ્પર સંબંધો અને પરિવારના સભ્યોના અધિકારોમાં સમાનતા આપવી. આ ઉપરાંત વ્યક્તિની જાતી, ધર્મ કે પરંપરાના આધારે નિયમોમાં કોઈ છૂટછાટ આપવી નહીં તેમજ કોઈ ચોક્કસ ધર્મ માટે કોઈ અલગ નિયમ નહીં.

ઉત્તરાખંડ પછી ગુજરાતમાં પણ યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવામાં આવશે. આ અંગે રાજ્ય સરકાર આજે કમિટીની જાહેરાત કરી છે. કાયદાના અમલીકરણ સંદર્ભે લોકોના સૂચનો માટે આ કમિટી કામ કરશે. મહત્ત્વનું એ પણ છે કે મુખ્યમંત્રી અને ગૃહરાજ્યમંત્રી પત્રકાર પરિષદ યોજીને યુસીસી મામલે મોટી જાહેરાત કરી છે.

યુસીસી એટલે સમાન નાગરિક સંહિતા. જેને આપણે સરળ શબ્દોમાં કહીએ તો એક દેશ-એક કાયદો ભારતમાં તમામ નાગરિકો માટે એકસરખો કાયદો હોવો જોઈએ. પછી ભલે તેમનો ધર્મ કે જાતિ કોઈપણ હોય. હાલમાં વિવિધ ધર્મો માટે લગ્ન, છૂટાછેડા, દત્તક લેવાના નિયમો, વારસો અને મિલકત સંબંધિત અલગ-અલગ કાયદા છે. જો તમામ નાગરિક સંહિતા અમલમાં આવશે, તો આ તમામ બાબતો માટે એક જ કાયદો રહેશે. નોંધનીય છે કે, યુસીસી ભારતના બંધારણના અનુચ્છેદ ૪૪ નો ભાગ છે અને રાજ્ય નીતિના નિર્દેશક સિદ્ધાંતોમાં તેનું ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેમાં સરકારની જવાબદારી તરીકે સમાન નાગરિક સંહિતા લાગુ કરવાની વાત કહેવામાં આવી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh