Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
શ્રી શેઠ કાકુભાઈ જીવણદાસ સ્ત્રી હુન્નરશાળા સંચાલિત
જામનગર તા. ૪ઃ સૌરાષ્ટ્રની સુપ્રસિધ્ધ ગાંધીવાદી સંસ્થા શ્રી શેઠ કાકુભાઇ જીવણદાસ સ્ત્રી હુન્નર ઉદ્યોગ શાળા સંચાલિત શ્રીમતી યુ.પી.વ્યાસ કન્યા વિદ્યાલય જોડિયામાં હંમેશા ગાંધી વિચારોને વરીને સત્ય પ્રેમ કરુણા સેવા સ્વાવલંબન સ્વચ્છતા વગેરે જેવા ગાંધીવિચારો સાથે રહી સતત આ વિચારોને અનુસરીને કાર્ય કરતા રહે છે.
શાળામાં અભ્યાસની સાથે સહ અભ્યાસક પ્રવૃત્તિઓ પણ વિદ્યાર્થીઓ કરે છે,આ અનુસંધાને શાળામાં સ્કાઉટ ગાઈડ,એન એસ એસ, એસપીસી, ઇકો કલબ વગેરે જેવી અનેક ઈતર પ્રવૃત્તિઓ માં સ્કાઉટ ગાઇડ પ્રવૃતિમાં ભલુકામ, ગાંઠો, ફસ્ટેઇડ,વિવિધ પાટા, સેવાકીય પ્રવૃત્તિઓ ઉપરાંત સ્વચ્છતા સહાય માટે હંમેશા તત્પર આ પ્રવૃત્તિ સાથે જોડાયેલ વિદ્યાર્થીઓ કાર્ય કરે છે. આ શાળામાં અને સંસ્થામાં એમ બે ટ્રૂપ ચાલે છે, જેમાં ગાઇડ કેપ્ટન તરીકે શાળાના વ્યાયામ શિક્ષક મમતાબેન જોશી ઘણા વર્ષોથી આ પ્રવૃત્તિ સંભાળી રહ્યા છે આ પ્રવૃત્તિને શાળાના આચાર્યા બહેન ક્રિષ્નાબા ચુડાસમા તેમજ સંસ્થાના ટ્રસ્ટીઓ દ્વારા સતત પ્રોત્સાહન આપી દીકરીઓમાં સેવા, સત્કાર્ય, સ્વચ્છતા જેવા સદગુણો આવે તેવા હેતુથી વિદ્યાર્થીઓને આ કાર્ય કરવા માટે મદદરૃપ થાય છે.
સ્કાઉટ ગાઈડ પ્રવૃતિમાં જોડાયેલ વિદ્યાર્થિની બહેનો જોડિયા ગામ પર વિસ્તાર,ગંધિશેરી, કડીયાશેરી, ચોરાશેરી, વડેરાશેરી, કંદોઈ શેરી વગેરે વિસ્તારમાં ઘરે ઘરે જઈને જૂના કપડા એકત્ર કરી શાળામાં લાવી આ કપડાને સ્ત્રી ને પુરુષ અને બાળકોના અલગ કરી માપ પ્રમાણે ગોઠવણી કરી જરૃરિયાત મંદ લોકોને તેના રહેણાંક વિસ્તારમાં જઈ આપવામાં આવ્યાં હતાં.
અત્રે ઉલ્લેખનીય છે કે, આ વિદ્યાર્થીનીઓ દ્વારા દર વર્ષે શિયાળા દરમિયાન આ પ્રવૃત્તિ કરવામાં આવે છે શિયાળાની ઋતુમાં આ પ્રવુતિથી તેઓના મુખ પર કપડા મળ્યાનો સંતોષ તેના ચહેરા પર જોઈ શકાય છે, આ જોઈ દીકરીઓ પણ પોતે કરેલ કાર્યનો સંતોષ વ્યક્ત કરે છે દરેક જોડિયાવાસી ફૂલ નહિ તો ફૂલની પાંખડીરૃપે વેપારીઓ અને ઓફિસના કર્મચારીઓ દ્વારા રોકડ રકમ પણ આપવામાં આવે છે જેમાંથી બાળકો માટે ઋતુ પ્રમાણે ચીકી, લાડુ, અડદિયા, ચેવડો વગેરે પણ વિતરણ કરવામાં આવ્યા હતાં.
દીકરીઓએ જોડીયા બસ સ્ટેન્ડથી જોડીયા બેન્ક વિસ્તાર સુધી રસ્તા સફાઈનું કાર્ય પણ કરવામાં આવ્યું હતું. મમતાબેન દ્વારા દીકરીઓને ઠંડુ પીવડાવવામાં આવ્યું હતું. દીકરીઓએ આ કાર્ય ખૂબ ખંતથી અને ખુશીથી કરી અને સફળ બનાવતા ટ્રસ્ટી અને આચાર્ય બહેન દ્વારા આ કાર્યને બિરદાવી શુભેચ્છાઓ આપવામાં આવી હતી.
આ તકે સંસ્થા પરિવાર દ્વારા અને સ્કાઉટ ગાઈડ પ્રવૃત્તિ જોડીયા ગ્રામજનો, ઓફિસ કર્મચારી, અને વેપારી મંડળનો આભાર માની કૃતજ્ઞતા વ્યક્ત કરી દીકરીઓે આવી સેવાકીય પ્રવૃત્તિમાં હંમેશા સાથ સહકાર આપે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial